ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 20 જુલાઈ 2015 (13:08 IST)

એર એશિયા સુરત સાથે જોડવા વિચારણા

એર એશિયા મુંબઈ અને બેંગ્લોરને સુરત સાથે જોડવા સક્રિય વિચારમામાં છે. સુરતથી મુંબઈ ફ્લાઇટ એર એશિયા દ્વારા ટૂંકમાં જ શરૂ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કોઇપણ સમયે આ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. એર એશિયાના અધિકારીઓની ટીમે દક્ષિણ ગુજરાતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યોસાથે વાતચીત કરી દીધી છે.

સુરતમાં કારોબારી એરપોર્ટને લઇને ઉત્સુકતા જોવામાં આવી રહી છે. એર એશિયા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તાતા સન્સ લિમિટેડ અને એર એશિયા વચ્ચે સંયુક્ત સાહસના ભાગરુપે છે. એર એશિયા હાલમાં બેંગ્લોરથી ચેન્નાઈ, કોચી, ગોવા, જયપુર, ચંદીગઢની ફ્લાઇટ ઓપરેટ કરે છે. નવેમ્બર ૨૦૧૪માં બનાવ બન્યા બાદ પ્રથમ વખત કોઇ એરલાઇન્સના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી છે. સુરત વિમાની મથકે વિમાન સાથે ભેંસ અથડાઈ જવાના બનાવ બાદથી તેની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.

સ્પાઇસ જેટે નવેમ્બર ૨૦૧૪ બાદ સુરતમાંથી તેની તમામ ફ્લાઇટને બંધ કરી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશનું કહેવું છે કે, સુરતથી ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવાની શક્યતા ચકાસવાની વાત અમે પહેલાથી જ કરી છે. એર એશિયાના અધિકારીઓ દ્વારા ફેસિલીટીની સર્વેની કામગીરી હાથ ધરી છે. એરપોર્ટ ખાતે ઇન્ટરનલ રોડ અને દિવાલ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. નવેમ્બરના બનાવ બાદ હાલમાં જે રીતે કામગીરી ચાલી રહી છે તેનાથી અધિકારીઓ સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. હકારાત્મક પરિણામો મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એર એશિયા દ્વારા સુરતથી મુંબઈની ફ્લાઇટ શરૂ કરવાને લઇને હવે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.