શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2011 (16:20 IST)

એશિયન માર્કેટના નબળા પ્રતિસાદને કારણે બજારમાં મંદી

બેન્કિંગ, મેટલ, રિલ્ટી, કેપિટલ ગુડ્સ અને રિફાઇનરી શેરોની વેચવાલી અને એશિયન માર્કેટના નબળા પ્રતિસાદના કારણે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મોર્નિંગ સેશન દરમિયાન 121 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે સવારે સેન્સેક્સના 30 જેટલા શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ 15,887.80ના સ્તરેથી ઘટીને 15,738.27 પોઇન્ટ સ્તરે આવી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીના 50 જેટલા શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો, જેના કારણે તે 37.55 ટકા ઘટીને 4,712.95ના સ્તરે આવી ગયો હતો.

બીજી બાજુ આર્થિક વિકાસના નિરાશાજનક પરિણામોની પાછળ એશિયન શેર બજારમાંથી મંદીનું વાતાવરણ જોવા મળ્યું હતું. અગત્યના એશિયન શેર બજારો જેવા કે હોંગકોંગ, સિંગાપુર, ચાઇના, જાપાન, સાઉથ કોરિયા અને તાઇવાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.