શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 એપ્રિલ 2015 (15:13 IST)

કમોસમી વરસાદને કારણે શાક અને ફળોનાં ભાવ આસમાને પહોંચ્યા

કમોસમી વરસાદે સામાન્ય માણસોનાં અચ્છે દિન પર પાણી ફેરવી દીધુ છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે  શાકભાજી  અને ફળોનાં ભાવ આસમાને પહોંચ્યા છે. દેશના અન્ય રાજયોમાં  પણ કમોસમી વરસાદને કારણે અન્ય રાજયોમાંથી આવતી વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચ્યા છે.

ચાલુ વષૅમાં એક બાજુ ચોમાસુ નબળુ તો હતુ જ.સાથે સાથે અત્યાસુધીમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોનાં પાકને ભારે નૂકશાન થયુ છે. છેલ્લા ત્રણ મહીનામાં સૌરાષ્ટ્રમાં ચારવાર માવઠું થયુ છે.. જેના કારણે શાકભાજી અને ફ્રુટના પાકને ભારે નુકશાન થયુ છે.દેશનાં અન્ય રાજયોમાં પણ કમોસમી વરસાદને કારણે ખેતીનાં પાકને ભારે નુકશાન થયુ છે. જેના કારણે આજે શાકભાજીના ભાવ આસમાને છે.

સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ફળોનાં પાકને પણ ભારે નૂકશાન થયુ છે. જેના કારણે કેરીનાં ભાવ સીઝનમાં પણ આસમાને છે.
કુદરતનાં થપાટને કારણે એક બાજુ ખેડુતો પાયમાલ થઇ ગયા છે.. ત્યારે  એક બાજુ ગત ચોમાસુ નબળુ થયુ તો બીજી બાજુ ચારવાર કમોસમી વરસાદને કારણે ખેડુતોને શાકભાજી અને ફળોનું ઓછુ ઉત્પાદન થયુ છે..  જેના કારણે આજે શાકભાજી અને ફળોના ભાવ આસમાને છે.. મધ્યમ અને ગરીબ વગૅનાં લોકોને પણ આર્થિક બોજો સંપન્ન કરવો પડે છે.

શાકભાજી                 ભાવ (કિલોમાં)
તૂરિયા                         80
રીંગણ                        30
દૂધી                        30
લીંબુ                         100-130
લીલી ડુંગળી                     30-40
સૂકી ડુંગળી                    20 
ગુવાર                         60
ભીંડા                         60
ટામેટાં                         30
ફુલાવર                     40
ગાજર                         40
મરચાં                         60
બટાટાં                        10

- ફ્ળોના ભાવ

ફળ                    ભાવ (કિલોમાં)
કેરી (હાફુસ)                 250-300
કેરી (કેસર)                 250
લાલબાગ                120
સફરજન                150
તરબૂચ                    20
ચીકુ                    80
લીલી દ્રાક્ષ                100-150
નારંગી                     80
કેળાં (1 ડ{ન)                50
કિવી (4 નંગ)                100
નાળિયેર (1 નંગ)             30