શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 13 ઑગસ્ટ 2015 (16:44 IST)

કસ્ટમ હાઉસમાંથી સિગારેટની ચોરી

એક માસ અગાઉ ડીઆરઆઇ અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી એક માસ અગાઉ એક માલવાહક જહાજને આંતરીને પકડેલો દાણચોરીનો સિગારેટનો જંગી જથ્થો કે જે સલાયાના કસ્ટમ હાઉસમાં રાખવામાં આવ્યો હતો તેમાંથી લાખોની કિંમતના સિગારેટના જથ્થાની ચોરી થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે એક માસ અગાઉ ડીઆરઆઇ અને કોસ્ટગાર્ડે બાતમીના આધારે અરબી સમુદ્રમાંથી સલાયાના સફીના અલ મહેરાઝ નામના જહાજને આંતરી ચકાસણી કરતાં તેમાંથી ગુંદર ગરમ નામની ઇન્ડોનેશિયાની કંપનીનો રૂ.પર લાખની કિંમતનો સિગારેટનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો દાણચોરી મારફતે ગુજરાતમાં ઘુસાડવાનો હતો, પરંતુ અધિકારીઓએ આ જથ્થો ઝડપી લઇ સલાયાના કસ્ટમ હાઉસમાં રાખી એક વ્યકિતની ધરપકડ કરી હતી. કસ્ટમ હાઉસના ગોડાઉન પર ર૪ કલાકનો બંદોબસ્ત હોવા છતાં તસ્કરોએ કસ્ટમ હાઉસનાે ઉપરનો ભાગ તોડી કસ્ટમ હાઉસમાં ઘૂસી આશરે રૂ.૧૮ લાખની કિંમતના સિગારેટના જથ્થાની ચોરી કરી હતી. આ સિવાય કસ્ટમ હાઉસમાં પડેલી અન્ય કોઇ પણ ચીજવસ્તુઓને તસ્કરોએ હાથ પણ લગાવ્યો નહોતો.
કસ્ટમ હાઉસમાં રાખવામાં આવેલા માલસામાનની ચકાસણી સમયે સિગારેટનો જથ્થો ગાયબ થયો હોવાની જાણ થતાં જ તંત્રમાં ભારે ચહલપહલ મચી ગઇ હતી અને અમદાવાદ સહિત કસ્ટમ ડીઆરઆઇ અને કોસ્ટગાર્ડના અધિકારીઓ સલાયા પહોંચી ગયા હતા અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
દરમિયાનમાં પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ જામનગર-સલાયા રોડ પરથી એક છોટા હાથી પકડી પાડી તપાસ કરતાં તેમાંથી ચાર જેટલા સિગારેટના બોકસ મળી આવ્યા હતા. પોલીસે શાહીદ અબ્દુલ્લા યાકુબ કારા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી સઘન તપાસ શરૂ કરી છે.