ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 23 એપ્રિલ 2010 (10:10 IST)

ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 17.65 વધી

ફળ શાકભાજી દાળ અને કેટલાક અન્ય પ્રાથમિક ખાદ્ય વસ્તુઓ મોંઘા થવાથી 10 એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં મોંઘવારી દર વધીને 17.65 ટકા પર પહોંચી ગયો જે આ અગાઉના સપ્તાહે 17.22 ટકા પર હતો.

ગત વર્ષના સમાન સમયગાળામાં ખાદ્ય ફૂગાવાનો દર 8.16 ટકા હતો. સમીક્ષાધીન સપ્તાહ ફળ અને શાકભાજી ત્રણ ટકા સુધી મોંઘી થઈ જ્યારે સમુદ્રી માછલી 2 ટકા અને અડદ તથા મગ જેવી દાળ એક ટકા સુધી મોંઘી થઈ.

ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાથી કુલ ફૂગાવાનો દર માર્ચમાં વધીને 9.9 ટકા સુધી પહોંચી ગયો જે રિજર્વ બેન્કના 8.5 ટકાના અનુમાનથી ઘણો વધારે છે.

વાર્ષિક આધાર પદ દાળો 28.77 ટકા, દૂધ 22.21 ટકા, ફળ 18.81 ટકા અને ઘઉ 11.18 ટકા સુધી મોંઘા થયા.