ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 ઑક્ટોબર 2015 (17:48 IST)

ખેતરોની પેદાશ હવેથી ઓનલાઈન ખરીદી શકાશે

રોજિંદી ચીજવસ્તુઓના વેચાણ અને ખરીદવા માટે દેશમાં ઓનલાઈન માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. વેપારીઓ અને ગ્રાહકો માલ ઓનલાઈન ખરીદી શકશે. પોતાનો માલ હવેથી ઓનલાઈન ખરીદી શકશે. ખેડઊતો પોતાનો માલ પણ ઓનલાઈન વેચી શકે તેવી ઈ–માર્કેટ શરૂ થઈ રહી છે. જેમાં ખેડૂતો પોતાનો માલ ઓનલાઈન વેચી શકશે.કેન્દ્ર સરકાર અને રાય સરકારે ગુજરાતમાં ૪૦ ખેત ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી–એગ્રિકલ્ચર પ્રોડકટ કમિટી)માં રૂા.૨૭ કરોડના ખર્ચે આ પ્રોજેકટ તૈયાર કર્યેા છે. એક કરોડના ખર્ચે આ પ્રોજેકટ તૈયાર કર્યેા છે. એમ એપીએમસીમાં ૬૦થી ૭૦ લાખનું ખર્ચ થશે. ચારથી પાંચ મહિનામાં પ્રોજેકટ અમલી બને તેવી શકયતા સહકાર વિભાગ બનાવી રહ્યું છે.
 
અત્યારે પધ્ધતિ એવી છે કે, અમદાવાદની એપીએમસીમાં માલની ખરીદી અમદાવાદમાં નોંધાયેલા વેપારી જ માલ ખરીદી શકતા હતાં. હવે સાણદં કે રાજકોટના વેપારી કે ગ્રાહકો પણ ગમે તે એપીએમસીનો માલ ખરીદી શકશે.
કેન્દ્ર સરકાર દરેક એપીએમસી માટે રૂા.૩૦ લાખ આપશે, કેન્દ્ર સરકાર ૫૦ ટકા ફાળો આપશે, રાય સરકાર ૨૫ ટકા આપશે, એપીએમસી ૨૫ ટકા ખર્ચ કરશે.