બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (17:23 IST)

ગુજરાત સરકારનાં બજેટનાં મુખ્ય મુદ્દાઓ

નાણા મંત્રી સૌરભ પટેલ દ્વારા આજે આનંદીબેન પટેલ સરકારનું સૌપ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારના બજેટમાં 80 કરોડ રૂપિયાનો નવો કરબોજ નાખવામાં આવ્યો છે, આ બજેટ 184.95 કરોડની પૂરાંતવાળું છે. બજેટ અનુસાર, એટીએફ, ગર્ભનિરોધક ગોળી, ઈસબગુલ, ઈમિટેશન જ્વેલરી સસ્તાં થશે. આ બજેટમાં ખેતી, મહિલા-બાળ વિકાસ, સામાજીક સુરક્ષા તેમજ શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક યોજનાનું કદ 79,295.11 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ 915 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. બજેટમાં નર્મદા યોજના માટે 926 કરોડ ફાળવાયા છે, જ્યારે શિક્ષણ માટે 22787.82 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરદાર સરોવર યોજના માટે પણ સરકારે નવ હજાર કરોડ ફાળવ્યા છે.

બજેટનાં મુખ્ય મુદ્દાઓ

વાર્ષિક યોજનાનું કદ 79295.11 કરોડ

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 915 કરોડ રૂપિયા

નાના ખેડૂતોને 10 ટકા વધારે સહાય

જળ સંપત્તિ માટે સિંચાઈ યોજનાને પ્રાધાન્ય

ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવા 120 કરોડની સહાય

નર્મદા યોજના માટે 926 કરોડ રૂપિયા

વડોદરામાં પૂર ખાળવા 20 કરોડ

2151.14 કરોડ રૂપિયા સિંચાઈ માટે

તળાવો ઊંડા કરવા 103 કરોડ રૂપિયા

દરિયાઈ ધોવાણ અટકાવવા 92.74 કરોડ

કલ્પસર યોજના માટે 104.08 કરોડ

પાક વિમા યોજના માટે 267 કરોડ

પાક વિમા નીધિ માટે 100 કરોડ

અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 14.16 કરોડ

સરદાર સરોવર માટે 216.92 કરોડ

પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે 440 કરોડ

ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા માટે 2 કરોડ

માછીમારોની બોટમાં જીપીએસ બેસાડવા 4 કરોડની સહાય

શિક્ષણ માટે 22787.82 કરોડ રૂપિયા

પ્રાથમિક શિક્ષણ માટે 3585 કરોડ

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે 1000 કરોડ

966.10 કરોડ મધ્યાહન ભોજન યોજના માટે

ઉચ્ચ શિક્ષણ માટે 1550.50 કરોડ રૂપિયાની જોગવાઈ

20 સ્માર્ટ સ્કૂલ માટે 6 કરોડ

વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો માટે 35 કરોડ

આરોગ્ય માટે 7821 કરોડની ફાળવણી

108 ઈમરજ્સી સેવામાં 110 નવી એમ્બ્યુલન્સ વસાવાશે

મા યોજના અંતર્ગત 120 કરોડની જોગવાઈ

અમદાવાદ સિવિલ માટે 150 કરોડની જોગવાઈ

રાજકોટ, ભાવનગર, જામનગર સિવિલ માટે 60 કરોડ

સુરત સિવિલ માટે 40 કરોડ રૂપિયા

હોસ્પિટલોમાં આધુનિક ઉપકરણો વસાવવા 231 કરોડ

પશુપાલન, ડેરી વિકાસ માટે 440 કરોડ રૂપિયા

ટપક સિંચાઈ પદ્ધતિ માટે 465 કરોડ રૂપિયા

મહિલા બાળ વિકાસ 2450 કરોડની જોગવાઈ

આંગણવાડીમાં સુવિધા માટે 46 કરોડ રૂપિયા

ગ્રામીણ વિકાસ માટે 2238.74 કરોડ રૂપિયા

આંબેડકર જયંતિની 125મી જયંતિ માટે 15 કરોડ

સામાજિક ન્યાય ક્ષેત્રે 2200 કરોડ

નવી 1050 એસટી બસ ખરીદવા

મહાત્મા મંદિર ફેઝ-2 માટે 60 કરોડ

ઊર્જા-પેટ્રોકેમિકલ્સ માટે 6600 કરોડનું આયોજન

બંદરો અને ધોરી માર્ગો માટે રૂ. 1252 કરોડ

444 કિમી લાંબા રસ્તાને 4 તેમજ 6 લેન કરાશે

માર્ગોને વધુ પહોળા કરવા 850 કરોડ

વીજળી સબસિડી માટે 4470 કરોડ રૂપિયાની જોગવાઈ

સંદેશા વ્યવહાર માટે 1000.43 કરોડ રૂપિયા

25 નવા સીએનજી સ્ટેશન શરૂ કરાશે

સૌરાષ્ટ્રના ગામોમાં હરિયાળી ક્રાંતિ લાવવા 1294 કરોડ રૂપિયાની જોગવાઈ

આગામી વર્ષમાં બે લાખ નવા મકાનોનું આયોજન

શહેરી ગરીબોને આવાસ મળે તે માટે 1100 કરોડ રૂપિયા

નગરપાલિકા, મહાનગર પાલિકામાં માળખાકીય સુવિધા ઉભી કરવા માટે 1965 કરોડ રૂપિયા

સ્માર્ટ સિટી માટે 150 કરોડ રૂપિયા

ન.પા., મનપામાં બસ પરિવહન માટે 50 કરોડ