શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2014 (17:28 IST)

ગુજરાતમાં ટેક્‍સ કલેક્‍શનમાં ૬.૧ ટકાનો વધારો

ગુજરાતમાં એડવાન્‍સ ટેક્‍સ કલેક્‍શનમાં આ વખતે ૬.૧ ટકાનો ગ્રોથ નોંધાતા ગુજરાતના ઉદ્યોગો ધીરે ધીરે મંદીના ઓછાયામાંથી બહાર આવી રહ્યા હોવાના એંધાણ મળી રહ્યા છે. સૌથી વધુ એડવાન્‍સ ટેક્‍સ જમા કરાવનાર કંપનીઓમાં ટોરેન્‍ટ ફાર્મા, કેડિલા હેલ્‍થકેર, એલેમ્‍બિક ફાર્મા જેવી ત્રણ ત્રણ કંપનીઓ હોવાને કારણે ફાર્મા સેક્‍ટરમાં ખાસ તેજીના અણસાર મળી રહ્યા છે.

         ટોરેન્‍ટ ફાર્માના એડવાન્‍સ ટેક્‍સ કલેક્‍શનમાં સીધો રૂ. ૧૦ કરોડનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે ૧૫ સપ્‍ટેમ્‍બર સુધી એડવાન્‍સ ટેક્‍સનું ઇન્‍સ્‍ટોલમેન્‍ટ જમા જ ન કરાવનાર કેડિલા ફાર્માએ આ વર્ષે ડ્ડ૭૫ કરોડનો એડવાન્‍સ ટેક્‍સ જમા કરાવ્‍યો છે. આ ઉપરાંત એલેમ્‍બિક ફાર્માએ પણ રૂ.૨૭ કરોડનો એડવાન્‍સ ટેક્‍સ જમા કરાવ્‍યો છે. એક્‍સિસ બેન્‍કે આ વર્ષે ગત વર્ષ કરતા રૂ.૩૦૦ કરોડ વધુ એટલે કે રૂ.૧૮૦૦ કરોડ જેટલો એડવાન્‍સ ટેક્‍સ જમા કરાવ્‍યો છે.

         સમગ્ર દેશના એડવાન્‍સ ટેક્‍સ કલેક્‍શનમાં સરેરાશ ૭.૧ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં તેની સરખામણીએ ગ્રોથ ૬.૧ ટકા થયો છે. ૧૫મી સપ્‍ટેમ્‍બરે એડવાન્‍સ ટેક્‍સનું બીજું ઈન્‍સ્‍ટોલમેન્‍ટ જમા થયા બાદ કોર્પોરેટ કંપનીઓ પાસેથી ઈન્‍કમટેક્‍સ ડિપાર્ટમેન્‍ટને કુલ રૂ.૭૧૦૮ કરોડની આવક થઈ છે. એડવાન્‍સ ટેક્‍સનું પ્રથમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ જમા કરાવ્‍યા બાદ નોન કોર્પોરેટ્‍સ પાસેથી આ વર્ષે હાલ સુધી ડિપાર્ટમેન્‍ટને રૂ.૪૫૦૦ કરોડની આવક થઈ છે.

         હાલ સુધી ટેક્‍સ ડિડક્‍ટેડ એટ સોર્સ (ટીડીએસ), એડવાન્‍સ ટેક્‍સ, રેગ્‍યુલર ટેક્‍સ, ડિવિડન્‍ડ ડિડક્‍શન ટેક્‍સ, સેલ્‍ફ એસેસમેન્‍ટ ટેક્‍સ, મિલ્‍કતના વેચાણ પર થતી આવક પર ચૂકવવામાં આવતો ટેક્‍સ એમ કુલ મેળવીને ઇન્‍કમટેક્‍સ ડિપાર્ટમેન્‍ટને હાલ સુધી રૂ.૧૧,૬૮૦ કરોડની આવક થઈ છે. ગયા વર્ષે ૧૫ સપ્‍ટેમ્‍બર સુધી આવકવેરા ખાતાને રૂ.૧૦,૯૯૮ કરોડની જ આવક થઈ હતી.