શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 નવેમ્બર 2014 (15:33 IST)

ચેક લખનાર અને ચેક મેળવનાર બંનેને એસએમએસ મળશે

ભારતીય રિઝર્વ બેંકે ચેક સંબંધી છેતરપીંડી રોકવા માટે બેંકોને સાવચેત કરી છે. કોઇપણ ચેક કિલીયરીંગ માટે મળે તો ચેક લખનાર અને ચેક મેળવનાર બંનેને એસએમએસ મળશે. રિઝર્વ બેંકે એસએમએસ એલર્ટ મોકલવાના નિર્દેશો બેંકોને આપ્‍યો છે અને બેંકો ટુંક સમયમાં તેનો પ્રારંભ પણ કરશે. ચેક કિલીયરીંગના વ્‍યવહારમાં રિઝર્વ બેંકે એસએમએસ એલર્ટ ફરજીયાત બનાવેલ છે.

   રિઝર્વ બેંકે દરેક બેંકોને એવુ પણ જણાવ્‍યુ છે કે, જો કોઇ મોટી રકમના ચેક શંકાસ્‍પદ જણાય તો ગ્રાહકને ફોનકોલથી જાણ કરવા અને તેનુ કન્‍ફર્મેશન મેળવવા પણ જણાવ્‍યુ છે. અત્‍યાર સુધી એસએમએસ એલર્ટ માત્ર કાર્ડના વ્‍યવહારો માટે ફરજીયાત હતા.

   રિઝર્વ બેંકે તમામ બેંકોને મોકલેલા પરિપત્રમાં જણાવ્‍યુ છે કે, ચેક સંબંધી ફ્રોડના કેસો વધી રહ્યા છે અને તે ચિંતાની બાબત છે. રિઝર્વ બેંકે એવુ પણ જણાવ્‍યુ છે કે, એવા કેટલાક કેસ હતા કે જેમાં ફ્રોડ અગાઉથી જ જો સાવચેતી લેવાઇ હોત તો અટકાવી શકાયા હોત. ચેકનું હેન્‍ડલીંગ કે પ્રોસેસીંગ કે પછી નવા ખાતાઓ ઉપર મોનીટરીંગ કરવામાં આવ્‍યુ હોત તો ફ્રોડ અટકાવી શકાયા હોત.

   રિઝર્વ બેંકે દરેક બેંકોને એવુ પણ જણાવ્‍યુ છે કે, કિલીયરીંગના ચેકો માત્ર મીકેનિકલ પ્રોસેસ પુરતા જ સીમિત રહેવા ન જોઇએ અને બેંકોએ સાધનોની કવોલીટી ચેક કિલીયરીંગ તૈનાત કર્મચારીને પણ એલર્ટ રાખવા જોઇએ.

   ચેક કિલીયરીંગ માટે એલર્ટના એસએમએસ મોકલવા ઉપરાંત રિઝર્વ બેંકે એવુ પણ જણાવ્‍યુ હતુ કે, બે લાખથી વધુની રકમના ચેકનું ચુકવણું કરતા પહેલા તેની તપાસ અલ્‍ટ્રાવાયોલેટમાં થવી જોઇએ અને ચેક જારી કરનારને એસએમએસ મોકલવો જોઇએ. જો પાંચ લાખ ઉપરની રકમનો ચેક હોય તો ચેકને કલીયર કરતી વખતે અનેક સ્‍તર પર તેની તપાસ થવી જોઇએ. બેંકોને મોકલાયેલા પત્રમાં રિઝર્વ બેંકે જણાવ્‍યુ છે કે, શંકાસ્‍પદ કે મોટી રકમના ચેકનો નિકાલ કરતી વેળાએ બેંકો કેટલીક સાવચેતી રાખી શકે છે. ફોનકોલ થકી ગ્રાહકને એલર્ટ કરી શકે છે અને પેયર-ડ્રોઅર પાસેથી તેની પુષ્‍ટી પણ કરાવી શકે છે. બહારના ચેક હોવાની સ્‍થિતિમાં મુળ શાખાનો સંપર્ક પણ કરી શકે છે.

   રિઝર્વ બેંકે જણાવ્‍યુ છે કે, ચેક સંબંધી છેતરપીંડી રોકવા માટે આ પગલાઓ લેવામાં આવ્‍યા છે. રિઝર્વ બેંકે એવુ પણ જણાવ્‍યુ છે કે, હાઇવેલ્‍યુના ચેક જમા કરતી વખતે ચેક મેળવનારના ખાતામાં કેવાયસીનું પાલન થયુ હોવુ જોઇએ.