બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (15:42 IST)

જુનથી એસી હોટલમાં જમવું વધુ મોંઘુ પડશે

જો તમે એવી એસી હોટલમાં જમવા જતા હોવ કે જયાં ટેરેસ અને ગાર્ડનમાં પણ જમવાની સુવિધા હોય તો ચેતજો તમને એસીમાં બેસવા બદલ સર્વિસ ટેક્‍સ ચૂકવવો પડે છે. બિલમાં તો એસી પરનો સર્વિસ ટેકસ ઉમેરાઇને આવે છે. ખરેખર તો હોટલ માલિકે એસી અને નોન-એસીનું અલગ બિલ બનાવીને તેનું અલાયદુ રજિસ્‍ટ્રેશન કરાવવાનું હોય છે. પરંતુ બધી પિષ્ટપિંજણમાં પડવાની કોઈ હોટેલિયરને પડી નથી એટલે લોકો રિતસર લૂંટાવા મજબૂર બન્‍યા છે. લોકોની તકલીફ એટલાં માટે પણ વધવા જઈ રહી છે કેમકે જુનથી સર્વિસ ટેકસ સીધો ૧૪ ્રુ થવા જઈ રહ્યો છે.

   લોકો કેવી રીતે લૂંટાય છે

   શહેરમાંમોટાભાગનીહોટલ એસી છે. એમા ઘણી હોટલ એવી છે કે જયાં બંને પ્રકારની બેઠક વ્‍યવસ્‍થા છે. એટલે કે નોન એસી વ્‍યવસ્‍થા પણ છે. શનિ, રવિ કે રજાના દિવસે તો આવી હોટલમાં રીતસર લાઈન લાગે છે. એટલે લોકો જયાં જગ્‍યા મળે ત્‍યાં બેસીને જમતા હોય છે. હોટલ પાસે એક જ બિલ બુક હોય છે. નિયમ મુજબ એસી હોટલ હોય તો સર્વિસ ટેકસ ભરવો પડે છે. પરંતુ નોન-એસીમાં ભરવાનો હોતો નથી. એટલે નોન-એસીમાં જમવાવાળા પણ હોટલ માલિકોની લુચ્‍ચાઇના લીધે ટેકસના દાયરામાં આવી જાય છે.

   આનો કોઇ હલ નથી

   ‘સાચીવાત છે. નોન એસીમાં લાગતો નથી. પરંતુ સિસ્‍ટમ એવી છે કે તેમા ત્‍વરિત ઉકેલ નથી. એક ઉપાય છે કે નોન એસીમાં પણ લગાવાઈ જો કે, તે લોકો માટે સારુ નથી.' સનતરેલિયા, ઉપપ્રમુખ, હોટલ એસો.

   અલાયદુ કરાવવુ રસ્‍તો

   ‘નોન-એસીપર ટેક્‍સ નથી. પરંતુ તેની પર ટેક્‍સ નહીં લેવા માટે બધી પ્રોસિઝર કરવાની હોય છે. જે કોઈ કરતુ નથી. જો નોન-એસી પર ટેક્‍સ લગાવાઈ તો ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ મોંઘી થઈ જાય' - હાર્દિકશાહ, સી.એ.,રિજનલકાઉન્‍સિલ મેમ્‍બર.