ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 ડિસેમ્બર 2014 (16:07 IST)

ટોલ ટેક્ષ હટાવી ફયુલ સેસ વધારાશેઃ સરકાર એક હાથે દેશે, બીજા હાથે લેશે

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ઉભા થયેલા નવા ટોલનાકાને લઇને ભારે હોબાળો મચી ગયો છે ત્‍યારે પ્રાઇવેટ વાહનો માટે ટોલનો ચાર્જ નાબુદ કરવા રોડ મંત્રાલય વિચાર કરી રહ્યુ છે. કેન્‍દ્ર સરકારના રોડ મંત્રાલય દ્વારા બસ અને પ્રાઇવેટ વાહનો જેમ કે કાર, જીપ અને ટુ-વ્‍હીલરનો ટોલટેક્ષ ચુકવવામાંથી મુકિત આપે તેવી શકયતા છે. નીતિન ગડકરીના નેતૃત્‍વ હેઠળના રોડ-ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે મંત્રાલયે બસ અને નોન કોમર્શીયલ વાહનોને ટોલ ચુકવવામાંથી મુકિત આપવાની એક દરખાસ્‍ત તૈયાર કરી છે. જેનાથી ર૦૧૪ થી ર૦૧૯ દરમિયાન સરકારને રૂ.ર૭,૦૦૦ કરોડનું નુકસાન થાય તેમ છે. નીતિન ગડકરીના મંત્રાલયે તૈયાર કરેલી દરખાસ્‍ત વડાપ્રધાન કાર્યાલયને ટુંક સમયમાં મોકલી દેવામાં આવશે. સરકાર આ રૂ.ર૭૦૦૦ કરોડનું નુકસાન ફયુલ સેસમાં વધારો કરીને અને નવા વાહનો ઉપર ફી ઝીંકીને ભરપાઇ કરવા માંગે છે. સરકાર પેટ્રોલ અને ડિઝલ ઉપર રૂ.૧ની સેસ લેવા વિચાર કરે છે, જયારે નવા પર્સનલ વાહનની ખરીદી વખતે કોસ્‍ટના ર ટકા વનટાઇમ ફી લેવા માંગે છે. હાલના પ્રાઇવેટ માલિકોએ પણ રૂ.૧૦૦૦નું વનટાઇમ પેમેન્‍ટ કરવાનું રહેશે. સરકારી સુત્રો જો કે ટોલ ટેકસ નાબુદીથી થતા નુકસાનની વાત જણાવે છે પરંતુ નવા રેવન્‍યુ પ્‍લાનથી તેને કેટલી આવક થશે તે બાબતે કશો ફોડ પાડતા નથી.

    ૨૦૧૪-૨૦૧૫માં પ્રાઇવેટ વાહનોને ટોલટેક્ષમાંથી મુકિત આપવામાં આવે તો અને જે ત્રણ મુદ્દાની આવક વધારવાની દરખાસ્‍ત સ્‍વીકારવામાં આવે તો સરકારને રૂ.૩ર૬૦૯ કરોડની આવક થશે.

   અત્રે એ નોંધનીય છે કે, દેશભરના ટોલનાકા ઉપર વારંવાર હોબાળો મચી જતો હોય છે. નેશનલ હાઇવેની ખરાબ જાળવણી છતાં ટોલટેક્ષ ચુકવવો પડે છે તેનાથી વાહન ચાલકોમાં ભારે નારાજી હોય છે. વળી ટોલટેક્ષના બુથ ઉપર ટ્રાફિકજામના દ્રશ્‍યો પણ જોવા મળતા હોય છે.

   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે નીતિન ગડકરીએ આ દરખાસ્‍તને ફાઇનલ ટચ આપી દીધો છે અને ટુંક સમયમાં પીએમઓને મોકલી દેવાશે. પીએમઓ પણ તેને મંજુરીની મહોર લગાવી દયે તેવી શકયતા છે. પીએમઓએ કહ્યુ છે કે, વડાપ્રધાન અંતિમ નિર્ણય લ્‍યે તે પહેલા એક વખત વિગતવાર આ દરખાસ્‍ત અંગે પ્રેઝેન્‍ટેશન થવુ જોઇએ.

   જો કે મંત્રાલયના સેસ લાદવાના અને તમામ વાહનો માટે એક વખતની ફી લાદવાનો અમુક લોકો વિરોધ કરે તેવી પણ શકયતા છે. તેઓ જણાવે તેમ છે કે, અમે હાઇવેનો ઉપયોગ નથી કરતા તો અમારે શા માટે ફી ચુકવવાની ?

   અત્રે નોંધનીય છે કે, જો પેટ્રોલ અને ડિઝલ ઉપર રૂ.રની સેસ લાદવામાં આવે તો ર૦૧૪ અને ર૦૧૯ દરમિયાન સરકારને રૂ.૧,૭ર,૮૮૭ કરોડની આવક થાય તેમ છે. ભારતમાં ૧પ૯.૪ મીલીયન નોંધાયેલા વાહનો છે. જેમાં ૪૮ ટકા પર્સનલ વાહનો જેમ કે કાર, ટેકસી અને જીપ છે. જયારે પર ટકા અન્‍ય વાહનો છે. સરકારે ર૦૧૩-ર૦૧૪માં રૂ.૧૧૪૦૦ કરોડ મેળવ્‍યા હતા જેમાંથી કોમર્શીયલ વાહનો પાસેથી રૂ.૯૮૦૦ કરોડ અને પર્સનલ વાહનો પાસેથી રૂ.૧૬૦૦ કરોડ ઉઘરાવવામાં આવ્‍યા હતા.