શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ : , શુક્રવાર, 18 એપ્રિલ 2014 (17:41 IST)

ડુંગળીના ભાવમાં 40 ટકાનો વધારો, ડુંગળી ફરી રડાવશે ?

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ફરીવાર તમારા ભાણામાંથી અદૃશ્ય થઈ જાય તો નવાઈ પામતાં નહીં. જે પાછળનું કારણ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થઈ રહેલો કમોસમી વરસાદ અને વાવાઝોડું છે. જેના કારણે છેલ્લા અઠવાડિયા દરમિયાન ડુંગળીના ભાવમાં 40 ટકાનો તોતિંગ વધારો થયો છે. દેશના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગામમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડુંગળીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

10 એપ્રિલના રોજ જિલ્લાના એપીએમસીમાં જથ્થાબંધ ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 575થી 801 હતો. જે 17 તારીખે 750થી 1011 સુધી પહોંચી ગયો હતો. રિટેલ માર્કેટમાં સારી ગુણવત્તાની ડુંગળી પ્રતિ કિલોએ રૂપિયા 15ના ભાવે વેચાઈ રહી છે.

લાસલગામના એપીએમસી માર્કેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડા અને કમોસમી વરસાદની અસર ડુંગળીની ગુણવત્તા પર પડી છે. ગત મહિને ડુંગળીની કુલ ઉપજ પૈકી 40 ટકા હિસ્સો સારી ડુંગળીનો હતો. રાહતના સમાચાર એ છે કે ગત સપ્તાહે સારી ક્વોલિટીની ડુંગળી વધારે પ્રમાણમાં આવી છે. કુલ ઉપજની 55થી 60 ટકા ડુંગળી સારી ગુણવત્તાની છે. તેના કરાણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે.

એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક ખેડૂતોએ આગામી સમયમાં વધુ ભાવ મળશે તે હેતુથી સંગ્રહખોરી શરૂ કરી દીધી છે. 15 જૂન સુધી બજારમાં ડુંગળી આવતી રહેશે. જે બાદ ઘટાડો થશે. 15 જૂન સુધીમાં ડુંગળીના ભાવ પ્રતિ ક્વિન્ટલે 1000થી 1300 રૂપિયાની આસપાસ પહોંચી જવાની આશા છે.