ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2011 (12:57 IST)

ત્રિભુવનદાસ ભીમજીનો આઈપીઓ આવશે

ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી આઈપીઓ લાવવાની તૈયારીમાં લાગ્યા છે. કંપનીએ આઈપીઓ માટે સેબીમાં ડીઆરએચપી દાખલ કરી દીધો છે.

આઈપીઓ દ્વારા ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી 25 ટકા ભાગીદારી વેચશે. ઈશ્યુમાં લગભગ 1,60,00,000 શેર રજૂ કરવામાં આવશે. પ્રાઈસ બેંડ અને લોટ સાઈઝનો નિર્ણય આઈપીઓના 2 દિવસ પહેલા કરવામાં આવશે.

ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી સોના,ચાંદી, હીરા પ્લૈટિનમ અને જડાઉ ઘરેણા બનાવે છે. કંપનીના 9 શહેરોમાં 14 શો રૂમ છે.