શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (14:46 IST)

દરેક ભારતીય 30000 રૂપિયાનું દેવુ

અર્થવ્યવસ્થાને મંદીથી બચાવવા માટે સરકાર જે રીતે બજારમાંથી ઉધાર લઈ સાર્વજનિક રોકાણ વધારવામાં લાગી છે,તેને જોતા અનુમાન છે કે માર્ચ 2010ના અંત સુધી દેશ પ્રતિ વ્યક્તિનું સાર્વજનિક દેવું 30000 હજાર રૂપિયા સુધી પહોચી જશે.

સીઈઓના તાજા અનુમાનોના અનુસાર આ સમયે 115.4 કરોડની વસ્તીવાળા આ દેશમાં પ્રત્યેક વ્યક્તિની આવક આશરે 38000 રૂપિયા છે.
સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ 300000 કરોડ રૂપિયાનું ઉધાર લે છે. જેનાથી માર્ચ 2010 સુધી સરકાર પર કુલ દેવું 3406332 કરોડ રૂપિયા થઈ જશે જે 7 વર્ષ પહેલાના બે ગુણા હશે.

અંતરિમ બજેટ અનુસાર વર્ષ 2008..09માં કુલ 2 62 000 કરોડ રૂપિયાનું ઉધાર લેવા જઈ રહી છે. જ્યાર ગયા વર્ષ કરતા આ વર્ષે બજેટ માટે 100 000 કરોડ રૂપિયાના દેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.