બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 જૂન 2015 (14:49 IST)

પાંચ કરોડનો બોગસ ચેક

કાલાવડ રોડ પર આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કમાં ા.પાંચ કરોડનો બોગસ ચેક ધાબડી દઈ કૌભાંડ આચરનાર પટેલ શખસની પોલીસે ધરપકડ કરતાં માત્ર 10 ટકાના કમિશનની લાલચ આપી જામનગરનો નરેન્દ્ર પટેલ નામનો શખસ ચેક આપી ગયાનું જણાવતાં પોલીસે જામનગરના પટેલ શખસની શોધખોળ આદરી છે. ઝડપાયેલા શખસને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે.

આ અંગેની વિગતો મુજબ, રૈયારોડ પર ટોપલેન્ડ રેસિડેન્સીમાં રહેતાં અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં જિનલ મહેન્દ્રભાઈ શાહે ગઈકાલે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બેન્કની શાખામાં હિતેશ રમેશ ભુવા નામનો શખસ ા.5 કરોડનો બોગસ ચેક જમા કરાવી વટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. પીઆઈ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એસ.આર.મુછાલ અને રાઈટર પરેશભાઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હિતેશ રમેશ ભુવાની ધરપકડ કરી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે હિતેશ પટેલ નામનો શખસ ન્યુ કનૈયા પ્રોડક્ટસના નામે વ્યવસાય ચલાવતો હોય તેનું બેન્ક એકાઉન્ટ પેલેસ રોડ પર આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કમાં ચાલુ ખાતુ હોય અને કલકત્તાની ફાયનાન્સ કંપ્ની આર.એન.મુખરજીના નામનો ા.પાંચ કરોડનો બોગસ ચેક આઈસીઆઈસીઆઈ બેન્કમાં વટાવી લીધા બાદ અલખધણી મેટલ્સ અને શક્તિ સીમેન્ટના નામે ા.3 કરોડ ટ્રાન્સફર કરવા જતાં રંગેહાથ ઝડપાઈ ગયા બાદ પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરતાં માત્ર 10 ટકા કમિશનની લાલચમાં આવી તેણે ચેક પોતાના બેન્ક ખાતામાં વટાવ્યો હોવાનું જણાવ્યું હતું જ્યારે આ બોગસ ચેકના ષડયંત્ર પાછળ જામનગરનો નરેશ પટેલ નામનો શખસ હોવાનું બહાર આવતાં પોલીસે જામનગરના નરેશ પટેલની શોધખોળ આદરી છે અને ઝડપાયેલા રમેશ ભુવા નામના પટેલ શખસને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે બપોર બાદ કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.