શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 31 જુલાઈ 2016 (23:55 IST)

પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 1.42, ડિઝલમાં 2.01નો ઘટાડો

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે નોંધપાત્ર ધટાડો કરવામાં આવ્‍યો હતો. આની સાથે જ સામાન્‍ય લોકોને મોટી રાહત મળી ગઈ હતી. વૈશ્વિક સ્‍થિતિના અનુસંધાનમાં આ મહિનામાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્‍યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધટાડો કરવામાં આવ્‍યો છે.

મોંધવારી સામે ઝઝૂમી રહેલા આમ આદમીને મોટી રાહત મળી છે. આ મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવોભાવ આજે મધ્યરાત્રિએથી લાગૂ પડશે.15 જુલાઈએ પેટ્રોલની કીંમતમાં 2 રૂપિયા 25 પૈસા અને ડીઝલના ભાવમાં 42 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેના પહેલા 1 જુલાઈએ પેટ્રોલના ભાવોમાં 89 પૈસા અને ડીઝલના ભાવોમાં 49 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

તેલ કંપનીઓ 15 દિવસમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કીંમતોની સમીક્ષા કરે છે અને આંતરરાષ્ટ્રીય ફ્રૂડની કીંમતના આધારે ઘરેલૂ તેલ કીંમતોમાં ફેરફાર કરે છે.