શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2014 (17:45 IST)

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગુજરાતમાં ૧૪ લાખ નવા બેંક અકાઉન્સ્ ો ખુલ્યા

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગુજરાતમાં ૮ લાખ પરિવારોને આવરી લેવામાં આવ્‍યા છે. ૧૫ ઓગસ્‍ટે યોજના શરૂ થયા બાદ રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૧૪ લાખ નવા બેંક અકાઉન્‍ટ્‍સ ખોલવામાં આવ્‍યા હોવાનું રાજ્‍ય સ્‍તરની બેન્‍કર્સ સમિતિએ જણાવ્‍યું છે.

   આગામી ૨૬ જાન્‍યુઆરી સુધીમાં વધુ ૨૮ લાખ બેંક-અકાઉન્‍ટસ ખોલવાનું આયોજન કરવામાં આવ્‍યું છે એમ જણાવતા ગુજરાતમાં આ સમિતિના સંયોજક દેના બેંકના સીએમડી અશ્વિનીકુમારે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં આ યોજનાની નોંધપાત્ર પ્રગતિ થઇ છે. મહેસાણા જેવા જિલ્લામાં ૯૩ ટકા સુધીના પરિવારોને આવરી લેવામાં આવ્‍યા છે.

   રાજ્‍યમાં બેંક ઓફ બરોડા અને દેના બેંકે ૩-૩ લાખ ખાતા ખોલ્‍યા છે, જ્‍યારે સેન્‍ટ્રલ બેંકે ૧.૦૧ લાખ નવા ખાતા સાથે ત્રીજું સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે.

   ગુજરાતમાં મોટાભાગની સરકારી બેંકોએ ૬૦ ટકા પરિવારોનાં બેંક ખાતા ખોલાવ્‍યા છે, જ્‍યારે પ્રાઇવેટ બેંકોએ હજી ૫૦ ટકા કાર્ય પણ પૂરૂં કર્યું નથી એમ સમિતિએ કહ્યું છે.

   અશ્વિનીકુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતની સરકારી બેંકોએ ૨૦૧૪-૧૫માં જેટલા વિસ્‍તારોને આવરી લેવાનું લક્ષ્ય રાખ્‍યું હતું એમાંથી લગભગ ૩૩ ટકા વિસ્‍તારોને ગયા જૂના સુધીમાં આવરી લેવામાં આવ્‍યા હતા.