શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (17:21 IST)

પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરી જન ધન યોજના

- ખેડૂટ ક્રેડિટ કાર્ડનુ નામ રૂપે ક્રેડિટ કાર્ડ રહેશે. 
- સબસીડીનો પૈસો સીધો બેંક એકાઉંટમાં જશે 
- બેકિંગ સેક્ટર માટે આ એક ઐતિહાસિક દિવસ 
- આ યોજનાથી ભ્રષ્ટાચારને રોકવામાં મદદ મળશે. 
- દરેક એકાઉંટ માટે પાંચ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિદ્યા રહેશે. 
- આ યોજનાથી ગરીબોના જીવનમાં સૂર્યોદયના કોશિશની શરૂઆત છે. 
- બેંકના બધા વ્યક્તિઓને પહેલીવાર કોઈ પ્રધાનમંત્રીની ચિઠ્ઠી ગઈ હશે. 
- 26 જાન્યુઆરી સુધી ખાતુ ખોલાવનાર વ્યક્તિઓને 30 હજાર રૂપિયાનો જીવન વીમો પણ મળશે 
- હવે ગરીબો પાસે પણ ડેબિટ કાર્ડ રહેશે. 
- આનાથી ગરીબ અને શ્રીમંત વચ્ચેનું અંતર ઓછુ થશે. 
- આપણો રૂપિયો કાર્ડ બધા દેશોમાં ચાલે. 
- આનાથી ગરીબી સામે લડવામાં મદદ મળશે 
- આ બધા પ્રયાસો ગરીબો માટે છે. 
- આ યોજનાથી ગરીબોને ફાયદો થશે 
- આ કામને અમે 26 જાન્યુઆરી પહેલા પુરૂ કરીશુ. 
- લાખો યુવાઓને આનાથી રોજગાર મળશે 
- સૌને અર્થવ્યવસ્થા સાથે જોડવા પડશે 
- ગરીબોને સાહુકારોથી મુક્તિ મળશે 
- 40 ટકા લોકો બેંકિંગ સુવિદ્યાથી દૂર છે. 
- ખાતુ ખોલવાથી તમને આશીર્વાદ મળશે 
- ખાતુ ખોલવાથી મહિલાઓને ફાયદો થશે.  
- ગરીબી હટાવવી છે તો નાણાકીય ભેદભાવને દૂર કરવા પડશે 
- ગરીબને ઓછા વ્યાજ પર પૈસો મળવો જોઈએ. જ્યારે કે સાહુકાર તેને સાહુકારને પાંચ ગણા વ્યાજ ચુકવવુ પડે છે. 
- આવામા લોનમાં ડૂબેલ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. પરિવાર બરબાદ થઈ જાય છે.

 






પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી જન ધન યોજનાનો શુભારંભ કરશે. આ પ્રસંગે સાર્વજનિક બેંકોની વિવિધ શાખાઓ આખા દેશના ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં 60 હજારથી પણ વધુ શિબિરોનુ આયોજન કરશે. જ્યા પરિવારોના બેંક ખાતા ખોલવામાં આવશે. આ યોજનાનો શુભારંભના પ્રસંગ પર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓને પણ હાજરી આપવાનું કહેવામાં આવ્યુ છે.  
 
નાણાકીય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે આજે લગભગ એક કરોડ બેંક ખાતા ખોલવાનુ અનુમાન છે. આ શિવિર સફલ સાબિત થશે કારણ કે નવા ખાતાધારકો પાસેથી જરૂરી સૂચનાઓ મેળવવામાટે શરૂઆતી શિવિરોનુ આયોજન પહેલા જ કરી ચુકાયુ છે.   નિવેદન મુજબ પહેલા પગલા હેઠળ દરેક ખાતાધારકને એક રૂપિયા ડેબિટ કાર્ડ અને એક લાખ રૂપિયાના દુર્ઘટના વીમા કવર આપવામાં આવશે.  આગળ વધીને તેને વીમા અને પેંશન ઉત્પાદોના દાયરામાં લાવવામાં આવશે.  
 
પ્રધાનમંત્રીએ બધા બેંક અધિકારીઓને લગભગ 7.25 લાખ ઈ મેલ મોકલ્યા હતા. આ યોજના નાણાકીય સમાવેશ પર એક રાષ્ટ્રીય મિશન છે. જેના ઉદ્દેશ્ય દેશમાં બધા પરિવારોને બેંકિગ સુવિદ્યાઓ પુરી પાડવા અને દરેક પરિવારનુ એક બેંક ખાતુ ખોલવાનુ છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 7.5 કરોડ પરિવારોને કવર કરવાનું અનુમાન છે. 
 
નાણાકીય મંત્રાલયે કહ્યુ એક બેંક ખાતુ ખોલાયા પછી દરેક પરિવારને બેકિંગ અને લોનની સુવિદ્યાઓ સુલભ થઈ જશે. તેનાથી તેમને સાહુકારોના ચુંગલમાંથી નીકળવાની તક મળશે.