શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (15:41 IST)

"પ્રભુ...." સૌનું ભલું કરો....આપણા રેલ્વે મંત્રી પ્રભુની વાત થાય છે

આર્થિક અને રેલવે બજેટને કારણે દેશની રાજધાનીમાં બ્યૂરોક્રેટ, પ્રધાન તથા સચિવોની જેટલી ચહલપહલ જોવા મળે છે એટલી આખા વર્ષમાં જોવા મળતી નહીં હોય. દેશમાં આર્થિક અંદાજપત્રની સાથે રેલવે બજેટમાં ટ્રેનના ભાડાના દર, નવી લાંબા અંતરની ટ્રેન તથા સબર્બનના પ્રવાસી માટે વિશેષ પેકેજીસ, પ્રવાસી સુવિધામાં વધારા સહિત સુરક્ષા પર ભાર મુકાય છે કે નહીં તેની જાહેરાત પર આમઆદમીનું વિશેષ ધ્યાન રહે છે. એનડીએ સરકારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે પ્રધાન સુરેશ પ્રભુની આગેવાની હેઠળના સૌપ્રથમ રેલવે બજેટમાં મેલ/એક્સપ્રેસ ટ્રેન તથા નવી નવી યોજનાઓની જાહેરાત કરવાને બદલે નક્કર કામગીરીની વાત થશે. દેશમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે બૂલેટ ટ્રેન, નિર્ધારિત રૂટમાં હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાની સાથે રેલવેના પ્રવાસીઓને સુરક્ષિત પ્રવાસ, સ્વચ્છતા પર ભાર, કેટરિંગની સર્વિસ પારદર્શક બને, ખર્ચમાં કાપ તથા આવકના સ્ત્રોતમાં આગળ વધશે એટલું નક્કી હોવા છતાં પ્રદેશવાદ જોવા નહીં મળે.

ભૂતકાળમાં રેલવેની વ્યવસ્થા બદલાવ માટે તત્કાલીન રેલવે ફાઇનાન્સ કમિશનર અને રેલવે પ્રધાને દેશની ‘લાઇફલાઇન’માં ફેરફાર કરીને પ્રવાસીઓને સસ્તું પરિવહન આપ્યું છે, પરિણામે આમઆદમી એક શહેરથી પોતાના ગામ-શહેરની નજીક પહોંચ્યો છે. રેલબજેટની ભાતીગળ વાતો સાથે જરા ભૂતકાળને વાગોળીએ. મુંબઇ-થાણા વચ્ચે સૌપ્રથમ રેલ વ્યવહાર શરૂ થયા પછીના દાયકાઓ સુધી ૩૦થી વધુ રેલવે કંપની રેલવ્યવહાર સંભાળ્યો હતો. પાંચ કંપની તો સીધી સરકાર હસ્તકેની હતી, બીજી પાંચને રજવાડા ચલાવતા હતા. રેલવે નેટવર્કનો વિસ્તાર થયો ત્યારે મુખ્યત્વે ૨૪ ખાનગી રેલવે કંપની રેલવેનો વહીવટ ચલાવાતી, જે કાળક્રમે ડબલ થઇ હતી. આમ છતાં આડેધડ વહીવટ તથા કુદરતના પ્રકોપ સામે રેલવેને બેઠી કરવામાં લખલૂટ પૈસાનો ખર્ચ તથા મેનપાવરના વેડફાટને રોકવા રેલવેમાં ફેરફાર કરવાનું નક્કી થયું હતું.

એકવર્થ કમિટીની શા માટે જરૂરિયાત ઊભી થઇ?

પાંચ દાયકાની સફર પછી ભારતીય રેલવેમાં ફેરફાર કરવા માટે સર થોમસ રોબર્ટસનની સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક કર્યા પછી રેલવે બોર્ડનું ૧૯૦૫માં નિર્માણ કર્યું હતું. કમિટીએ તેની ભલામણમાં દેશના કારભારમાંથી રેલવેને અલગ કરવાનો મત વ્યક્ત કર્યો. તમામ રેલવેના મેનેજમેન્ટની કામગીરી સરકાર હસ્તક લેવાનો નિર્દેશ હતો. કમિટીની ભલામણને ૧૯૨૪માં ભારત સરકારે સ્વીકારવી પડી હતી. રેલવ્યવહારને શરૂ થવાને તો લગભગ અડધી સદી પૂરી થઇ ગઇ હતી, પરંતુ બ્રિટિશ સરકારના શાસનમાં સ્વતંત્ર રેલકારભાર ચલાવવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવાની વિલિયમ મિશેલ એકવર્થ કમિટીની ભલામણે પરિવર્તન લાવ્યા હતા. ટ્રેક, સિગ્નલિંગ, ટેલિકોમ સિસ્ટમ, રેલવે સ્ટેશન, યાર્ડ વગેરેમાં તદ્ન પરિવર્તન લાવી શક્યા હતા. મીટર, નેરોગેજ તથા બ્રોડગેજમાં પરિવર્તનની સાથે ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાનું મુંબઇથી શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૨૫માં મુંબઇમાં સૌપ્રથમ સબર્બન લાઇનમાં ટ્રેન દોડાવવામાં સફળતા હાંસલ કર્યા પછી ૧૯૨૯માં ભોર અને વેસ્ટર્ન ઘાટમાં લાઇનને લંબાવી હતી અને પછી ધીમે ધીમે ભારતમાં રેલવેમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તે કમિટીને આભારી હતો.

દેશના સૌપ્રથમ રેલવેપ્રધાન બન્યા જહોન મથાઇ

એકવર્થ કમિટીની ભલામણ મુજબ રેલવેના સ્વતંત્ર કારભાર તથા તેના દોરીસંચાર માટે સૌપ્રથમ વખત પહેલી એપ્રિલ, ૧૯૨૩માં જી. જી. સિમ્સની ભારતીય રેલવેના ફાઇનાન્શિયલ કમિશનર તરીકે વરણી કરવામાં આવી હતી. બીજી બાજુ આઝાદી પૂર્વે દેશમાં રેલવેના સ્વતંત્ર કારભાર માટે નવા રેલવે પ્રધાનની નિયુક્તિ કરવામાં આવી હતી. બીજી સપ્ટેમ્બર, ૧૯૪૬થી ૧૪મી ઑગસ્ટ ૧૯૪૭ સુધી અસફ અલીએ પદભાર સંભાળ્યો હતો, ત્યારબાદ દેશના સ્વંતત્ર ભારતના સૌપ્રથમ રેલવે પ્રધાન જહોન મથાઇને બનાવાયા હતા. મદ્રાસ કૉલેજના સ્નાતક જહોન મથાઇ પછીના બદલાયેલા અનેક રેલવે પ્રધાનોએ રેલવેની દિશા-દશા બદલવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ ૧૯૮૭માં ટિકિટિંગ પ્રક્રિયાને કમ્પ્યુટરાઇઝ કર્યા પછી પ્રવાસીઓને ટિકિટ લેવાની પ્રક્રિયા ઝડપી બની હતી, ત્યારબાદ લાંબા અંતરની ટ્રેનમાં પંખા, લાઇટ, પીવાનું પાણી, કેટરિંગ સર્વિસીસની પણ જોગવાઇ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

દેશમાં રેલવેનો ફેલાવો તથા પેસેન્જરના ઝડપી પરિવહનનો સસ્તો પર્યાય બન્યા પછી રેલવે દેશની જાગીર બની ગઇ હતી. દેશ માટે આવકનો સ્ત્રોત કરવાનું મહત્ત્વનું સાધન પણ પુરવાર થયું હતું. ૧૯૫૧માં ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે નવ લાખ કર્મચારી હતા, જ્યારે આજની તારીખે પંદર લાખથી વધુ કર્મચારી છે. અલબત્ત, ભારતીય રેલવેમાં કર્મચારીઓની સંખ્યાને જોતા દુનિયાનો સાતમા નંબરનો સૌથી મોટો એકમ માનવામાં આવે છે. આમ છતાં જે ઝડપે રેલવે નેટવર્કમાં ફેલાવો કરવો જોઇએ તે કરી શક્યું નથી. અંગ્રેજો જે આપી ગયા તેને ટકાવવામાં જ રેલવે માનતી હોય તેમ આઝાદી પછી રેલવે ટ્રેકનો વિસ્તાર કરી શકાયો નહોતો.

લાલુ પ્રસાદ, નીતીશ કુમાર અને બેનરજીએ લોકોને ન્યાલ કર્યા

દેશના પહેલા રેલવે પ્રધાન મથાઇ પછી કાળક્રમે બદલાતા રેલવે પ્રધાનમાં જ્યોર્જ ફર્નાન્ડિસ હોય કે લાલુ પ્રસાદ યાદવ, મમતા બેનરજી હોય કે નીતીશ કુમાર પણ તમામ રેલવે પ્રધાન પોતપોતાની કામગીરીથી પ્રજાને ખુશ કરવામાં સફળ રહ્યા હતા. ૧૯૯૧માં જ્ઞાનેશ્ર્વર મિશ્રાએ રેલવેના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ૧૭૩ કરોડ રૂપિયાના સરપ્લસ બજેટની જાહેરાત કરી હતી, ત્યારપછી ૨૪મી માર્ચ, ૧૯૯૪માં રેલવે બજેટનું સિલ્વર સ્ક્રીન પર લાઇવ ટેલિકાસ્ટ થયું હતું. રેલવેમાં પેસેન્જરની સુવિધા માટે તાકીદના સંજોગોમાં પ્રવાસીને છેલ્લી ઘડીએ રિઝર્વેશનની ટિકિટ લેવા માટે ‘તત્કાળ ટિકિટ’ની વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૦૨ના વર્ષમાં તત્કાલીન રેલવે પ્રધાન નીતીશ કુમારે ઓનલાઇન બુકિંગ પોર્ટલ આઇઆરસીટીસીની જાહેરાત કરી હતી. ઑગસ્ટ, ૨૦૦૨માં ઘેરબેઠા પ્રવાસી પોતાની ટિકિટ બૂક કરી શકે તે માટે ભારતીય રેલવે હસ્તકના ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનની જાહેરાત કરી હતી. લાલુ પ્રસાદ યાદવે છ વખત રેલબજેટ આપ્યું હતું અને ભાડામાં કોઇ વધારો નહીં કરતા સતત બિહાર-યુપીની પ્રજાને ખુશ કર્યે રાખી હતી. ઉપરાંત, દુનિયા અને ભારતના રેલવે ઇતિહાસમાં દેશના સૌપ્રથમ મહિલા રેલવે પ્રધાનનું ગૌરવ મમતા બેનરજીએ મેળવ્યું હતું, તેનાથી વિશેષ વાત હતી કે યુપીએ અને એનડીએ સરકારના શાસનમાં રેલવે પ્રધાન તરીકે બેનરજીને માન મળ્યું હતું.

૨૦૧૧માં એક લાખ કરોડ રૂપિયાની આવકનો રેકોર્ડ

મમતા બેનરજીના કાર્યકાળમાં ભારતીય રેલવેએ એક લાખ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જેમાં પેસેન્જર ટિકિટના
વેચાણ મારફત આશરે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાની આવક ઊભી કરી હતી. એનડીએ સરકારના ૨૦૧૪-૧૫ના રેલવે બજેટમાં તત્કાલીન રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ રૂ. ૧.૬૦ લાખ કરોડ રૂપિયાની આવક તથા ૧.૪૮ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ભારતીય રેલવેમાં રોજ ૨.૩ કરોડ પેસેન્જર ૧૨,૫૦૦ ટ્રેનમાં મુસાફરી કરે છે, પરંતુ વર્ષ ૨૦૧૩-૧૪ના હિસાબ પ્રમાણે દર કિલોમીટરના પ્રવાસીદીઠ ૨૩ પૈસાનું રેલવેને નુકસાન જાય છે, તેથી રેલવે માટે સબ્સિડી ઘટાડો કરવો જરૂરી છે. રેલવે પ્રધાન જો ભાડામાં વધારો નહીં કરી શકે તો વિદેશી રોકાણના વિકલ્પને સ્વીકારશે. રેલવેના ફાઇનાન્શિયલ કમિશનર રશ્મિ કપૂરના મતાનુસાર હાઇ સ્પીડ ટ્રેનની સાથે સેમી હાઇ સ્પીડની યોજના સાથે નવી ભરતી, ટિકિટબારી પરની ભીડ ઘટાડવી, સ્ટેશન ચોખ્ખાં રાખવાની સાથે આવક વધારવાનો લક્ષ્યાંક છે. દેશના રેલવેના નેટવર્કને આધુનિક બનાવવા માટે કુલ ૩૫૯ પ્રોજેક્ટ માટે રૂ. ૧,૮૨,૦૦૦ કરોડની જરૂર છે, ત્યારે રેલવે માટે ખાનગી કંપની, વિદેશી રોકાણ જરૂરી છે. એટલું જ નહીં, રેલવેની જમીનને લીઝ પર આપીને આવક ઊભી કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ રહેશે,