ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (11:44 IST)

બંધ થશે આરટીઓ, લાઈસેંસ સહેલાઈથી મળી જશે

યોજના આયોગના ખાત્માનુ એલાન કર્યા પછી હવે કેન્દ્ર સરકાર આરટીઓમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યુ છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સંકેત આપ્યા છે કે સરકાર આરટીઓના સ્થાન પર નવી વ્યવસ્થા લાવવાની તૈયારીમાં છે. પરિવહન મંત્રાલય મોટર વિહિકલ એક્ટમાં ફેરફાર પર કામ કરી રહ્યુ છે. મંત્રાલયના મુજબ મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર પછી આરટીઓનુ કામકાજ આપમેળે જ બદલાય જશે.  સૂત્રોના મુજબ સરકારનુ જોર તકનીકનો વધુમાં વધુ સારો ઉપયોગ કરવા પર છે. સાથે જ લાઈસેંસ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.  
 
પુણેમા ગડકરીએ કહ્યુ કે આરટીઓમાં ફક્ત પૈસાની રમત રમાય છે અને અહી કોઈ કામ થતુ નથી. 
 
શુ છે આરટીઓના કામ - 
 
આરટીઓ ઓફિસમાંથી ગાડી ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસેંસ રજુ કરવાનુ કામ થાય છે. 
આરટીઓ જ ગાડીઓનુ રજિસ્ટ્રેશન કરી નંબર પ્લેટ રજુ કરે છે. 
દરેક જીલ્લામાં તેની ઓફિસ હોય છે. 
રોડ ટેક્સ આ ઓફિસમાં જમા થાય છે.  
વ્યવસાયિક ગાડીઓ માટે પરમિટ પણ આ જ ઓફિસમાંથી મળે છે.  
 
આરટીઓનો વિવાદ - 
 
આરટીઓને લઈને વિવાદ કાયમ રહ્યો છે. ભ્રષ્ટાચારને કારણે આરટીઓ હંમેશા વિવાદોમાં રહ્યુ. દલાલોની દખલગીરીને કારણે લોકોને લાઈસેંસ. પરમિટ લેવાના ચક્કર કાપવા પડે છે.