મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 જુલાઈ 2014 (10:08 IST)

બજેટ 2014 - અરુણ જેટલી આજે 11 વાગ્યે રજૂ કરશે બજેટ, જાણો કેવુ રહેશે 'અચ્છે દિન' લાવનારુ બજેટ

નાણામંત્રી અરુણ જેટલી નોર્થ બ્લોક સ્થિત નાણાકીય મંત્રાલય માટે નીકળી પડ્યા છે તેઓ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરશે.  આખા દેશની નજર આ સમયે આજે રજૂ થનારા સામાન્ય બજેટ તરફ ટકેલી છે.   સામાન્ય જનતા હોય કે નોકરિયાત મોટા વેપારી હોય કે રાજકારણી દરેક કોઈ એ જાણવા માંગે છે કે છેવટે મોદી સરકાર પોતાના પ્રથમ સામાન્ય બજેટ દ્વારા કેવી રીતે 'અચ્છે દિન' લાવવાની છે. 
 
આમ તો એ વાતની પુરી આશા છે કે મોદીના પ્રથમ બજેટમાં ઈનકમ ટેક્સમાં છૂટનો દાયરો વધી શકે છે. સાથે જ 2 લાખ સુધીના ઈનવેસ્ટમેંટમાં ટેક્સથી રાહત મળી શકે છે. 
મોબાઈલ લેપટોપ સસ્તા થવાની આશા - અરુણ જેટલીના પ્રથમ બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઈ શકે છે. એવી વસ્તુઓમાં મોબાઈલ અને લેપટોપનો સમાવેશ છે. આજે દરેકની જરૂરિયાત બની ચુકેલ મોબાઈલ સસ્તો થવાથી લોકોના હોઠો પર મુસ્કરાહટ આવે એ દેખીતુ છે. 
 
બજેટના જોગવાઈની રાષ્ટ્રપતિને માહિતી આપશે 
 
કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલી અને નાણાકીય રાજ્યમંત્રી નિર્મલા સીતારમણ ગુરૂવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળીને તેમનુ સામાન્ય બજેટના મુખ્ય  જોગવાઈની માહિતી આપશે. રાષ્ટ્રપતિ ભવને બુધવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યુ 'નાણાકીય મંત્રી રાજ્યમંત્રી અને અધિકારી પરંપરાનુ પાલન કરતા ગુરૂવારે 9.15 વાગ્યે રાષ્ટ્રપતિને બજેટના મુખ્ય જોગવાઈની માહિતી આપશે.' સામાન્ય બજેટ ગુરૂવારે સંસદમાં સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે.  
 
આજે રજૂ થનારા બજેટમાં નાણાકીય મંત્રી અરુણ જેટલી ઔધોગિક અને આર્થિક વિકાસને હવા આપવાના સુધારવાદી પગલા અને ટેક્સમાં છૂટ જેવા નિયમોની દવા આપી શકે છે. એવી આશા પણ છે કે મોદીએ રોજગાર વધારવા મોંઘવારીથી મુક્તિ અપાવવા અને વિકાસમાં તેજી લાવવા જેવા વચનો આપીને જ ચૂંટણીમાં જીત મેળવી છે તેથી આવી આશા મુકવી એ દેખીતુ છે.  
 
એવુ કહેવાય રહ્યુ છે કે પ્રથમ બજેટમાં ઈનકમ ટેક્સમાં છૂટનો દાયરો વધારવાના છે. હાલ બે લાખ રૂપિયાની વાર્ષિક આવકને ટેક્સના હદની બહાર રાખવામાં આવ્યુ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આને વધારીને ત્રણ લાખ રૂપિયા કરી શકાય છે. કેટલાક ખાસ પ્રકારના ખર્ચ પર ટેક્સ છૂટની સીમા અને પેંશન અને જીવન વીમા પર ટેક્સ છૂટની સીમા પણ વધારવાની આશા છે. 
 
જેટલીએ વાહન અને કંઝ્યુમર ટિકાઉ વસ્તુ ક્ષેત્ર માટે ઉત્પાદ શુલ્કમાં છૂટનો સમય છ મહિના પહેલા જ વધારી દેવામાં આવ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે તે રોકાણ અને ઔદ્યોગિક વિકાસ ઝડપી બનાવવા ટેક્સ છૂટના વધુ પગલા ઉઠાવશે. 
 
જેટલીએ તાજેતરમાં કહ્યુ હતુ કે સરકાર આંધળી લોકપ્રિયતાના ચક્કરમાં નહી પડે અને વિકાસમાં ઝડપ લાવવા અને ખર્ચ ઘટાડવા માટે સાહસિક પગલા ઉઠાવશે.  સરકાર વસ્તુ અને સેવા કરને લાગુ કરવા માટે એક યોજના બનાવી શકે છે. 
 
ફેડરેશન ઓફ ઈંડિયન ચેંબર્સ ઓફ કોમર્સ(ફિક્કી) દ્વારા કરવામાં આવેલ એક સર્વેક્ષણ મુજબ બજેટ વિકાસોન્મુખ રહેશે અને તેમા ઉદ્યોગ અને રોકાણકારોની સમસ્યાઓ દૂર કરવામાં આવશે. 
 
મોટાભાગના વેપારીઓને આશા છે કે ટેક્સેશનના અગાઉના પ્રભાવથી લાગુ થવાની નીતિ સમાપ્ત કરવામાં આવશે અને જીએસટી અને પત્થર કર સંહિતા (ડીટીસી)ને જલ્દીથી જલ્દી લાગૂ કરવામાં આવશે. બીજેપીની ચૂંટણી જાહેરાત જોતા માનવામાં આવે છે કે બજેટમાં મૂલ્ય સ્થિરતા કોષની જાહેરાત થઈ શકે છે. સરકાર સસ્તા રહેઠાણ ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપી શકે છે.  
 
નાણાકીય મંત્રાલય વિનિવેશ દ્વારા વધુથી વધુ આવક મેળવવાનુ લક્ષ્ય મુકી શકે છે. બુધવારે જ નાણાકીય મંત્રીએ સંસદમાં 2013-14ના આર્થિક સર્વેક્ષણ રજુ કર્યુ.  
.