ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated :નવી દિલ્હી- , શનિવાર, 21 જાન્યુઆરી 2017 (00:38 IST)

બજેટ-દેશના દરેક નાગરિકને દર મહિને ફિક્સ રકમ મળશે.

મોદી સરકાર નોટબંધી બાદ દેશભરના લોકોને એક મોટી ભેંટ આપી શકે છે. જે મુજબ દેશના દરેક નાગરિકને દર મહિને ફિક્સ રકમ મળશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આર્થિક સર્વે અને સામાન્ય બજેટમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો બધા માટે શક્ય નહીં બને તો જરૂરિયાતમંદ લોકો કે જેમની પાસે કમાણીના કોઈ સાધન હાલ નથી તેમના માટે આ સ્કિમ લાગુ કરવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત દરેક ખાતામાં 500 રૂપિયા જમા કરાવીને યોજનાની શરૂઆત કરવામાં આવશે. જેનાથી દેશભરના લગભગ 20 કરોડ જરૂરિયાતમંદ લોકોને ફાયદો થશે 
 
તેમણે જણાવ્યુ હતુ કે,  જો આ યોજના લાગુ કરાય તો મોદી સરકારને મોટો રાજકીય લાભ થશે. નોટબંધી બાદ તેઓ ગરીબોના હિતેચ્છુ ગણાવા લાગ્યા છે અને આ સ્કીમ ભારત જેવા દેશ જયાં મોટી વસ્તી દર મહિને નિશ્ચિત આવકથી વંચિત છે તેમના માટે આ જાદુ હશે. અમે ઇન્દોરના આઠ ગામની 6000ની વસ્તી વચ્ચે 2010 થી 2016 વચ્ચે પ્રયોગ કર્યો. જેમાં પુરૂષ-મહિલાને 500 અને બાળકોને મહિને 150 આપ્યા. આ સ્કીમના લાભ બાદ તેઓની આવક વધી ગઇ. દિલ્હીમાં 200 લોકો વચ્ચે આનો પ્રયોગ સફળ રહ્યો