ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:20 IST)

બટેટાના ભાવો ઘટશે નહીં પણ વધશે - વેપારીઓ

દેશના મોટાભાગના વિસ્‍તારોમાં બટેટાના વધી રહેલા ભાવોએ લોકો માટે મુશ્‍કેલી ઉભી કરી દીધી છે. જે રીતે ભાવો વધી રહ્યા છે તેનાથી કેન્‍દ્ર સરકાર પણ ચિંતિત છે. સરકારે એક મહિનાની અંદર ટમેટા અને ડુંગળીના ભાવને નિયંત્રણમાં લાવી દીધા છે પરંતુ બટેટા કેમેય સસ્‍તા થતા નથી.

   બટેટાના ભાવ કિલોના રૂ. ૩૩ થી ૪૦ જણાય રહ્યા છે. એક હોલસેલર જણાવે છે કે, આવતા મહિના સુધીમાં બટેટાના ભાવ હજુ પણ વધે તેવી શકયતા છે કારણ કે નવરાત્રી દરમિયાન બટેટાની માંગ વધતી હોય છે. ઓકટોબર પછી નવો પાક દક્ષિણથી આવે તે પછી ભાવ દબાય તેવી શકયતા છે. જો કે રાહત જાન્‍યુઆરીમાં મળશે કારણ કે યુપીની બજારોમાંથી ઉત્‍પાદન બહાર આવશે. દેશની કુલ ડિમાન્‍ડના ૪પ ટકા બટેટાનો વપરાશ યુપીમાં થાય છે અને ત્‍યાં ઉત્‍પાદન પણ વધુ થાય છે.

   બટેટા ઉત્‍પન્‍ન કરતા રાજયોમાં તાજેતરમાં આવેલા પુરને કારણે પાકને માઠી અસર થઇ છે અને તેને કારણે ભાવો વધ્‍યા છે. પ.બંગાળ સરકારે રાજયમાં સ્‍ટોક જાળવી રાખવા માટે બીજા રાજયોમાં મોકલવા ઉપર પ્રતિબંધ મુકી દેતા ભાવો વધ્‍યા છે. શુક્રવારે મુંબઇમાં જથ્‍થાબંધ ભાવ પ્રતિ કિવન્‍ટલ રૂ.ર૧પ૦ અને દિલ્‍હીમાં રૂ.ર૬પ૦ બોલાયા હતા. મુંબઇમાં રિટેલમાં ભાવ ૩પ થી ૪પની વચ્‍ચે છે. જયારે દિલ્‍હીમાં ૪૦ રૂ. કિલો બટેટા પહોંચી ગયા છે. બીજી તરફ આ વખતે રવિ પાકમાં બટેટાનું ઉત્‍પાદન ર૦ ટકા ઘટે તેવી શકયતા છે. જો કે હાલમાં ભાવ દબાય તેવી શકયતા નથી કારણ કે નવરાત્રી પછી દિવાળી અને પછી લગ્નસરાની સિઝન શરૂ થતા ડિમાન્‍ડ વધશે.