ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જૂન 2015 (16:11 IST)

બાંધકામ સાઈટમાં ચેકિંગ 75 કોમ્પ્લેકસના સેલર

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અન્ય શાખાઓ દ્વારા હજુ પ્રિ-મોન્સુન કામગીરી શ કરાઈ નથી પરંતુ આરોગ્ય શાખા દ્વારા કામગીરી શ કરી દેવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 75 કોમ્પ્લેકસના સેલર, 109 હોસ્પિટલ અને 154 જેટલી બાંધકામ સાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 
 
આ ઉપરાંત અન્ય વિવિધ સોસાયટીઓ સહિતના સ્થળે ચેકિંગ કરી ગંદકી તેમજ મચ્છરોનું બ્રિડિંગ જોવા મળ્યું હોય તેવા 611 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી અને ા.56,570નો દંડ વસુલવામાં આવ્યો હતો.
 
વધુમાં આ અંગે આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.વી.પી.પંડયા, ડે.હેલ્થ ઓફિસર ડો.પી.પી.રાઠોડ સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખાના 100 જેટલા કર્મચારીઓ અને 225 મેલેરીયા વિભાગના સ્વયંસેવકો દ્વારા ઉપરોકત ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ ડ્રાઈવના પ્રથમ તબકકામાં જ 611 નોટિસો આપી ા.56,570નો દંડ વસુલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે.