મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 9 એપ્રિલ 2014 (16:46 IST)

બેંકોને ક્રેડિટ કાર્ડ શુલ્‍ક ગ્રાહકોને ‘પરવડે' તેવું બનાવવાની સૂચના

W.D
જો બેંકોએ ભારતીય રિઝર્વ બેંકની વાત માની લીધી તો આખર તારીખ બાદ પણ ચૂકવણી કરવા પર તમારે વ્‍યાજ જમા કરાવવું નહીં પડે. આરબીઆઇએ તમામ બેંકોને ક્રેડિટ કાર્ડ શુલ્‍કને ગ્રાહકોને ‘પરવડે' તેવું બનાવવાની સૂચના આપી છે. સૂત્રો અનુસાર આરબીઆઇએ કહ્યુ છે કે, બીલની આગામી તારીખ સુધી કાર્ડની બાકી ચૂકવણી પર વ્‍યાજ લગાવવામાં ન આવે. ભલે ગ્રાહક દ્વારા બીલ ચૂકવણીની અંતિમ તારીખ નીકળી ગઇ હોય.

આ પહેલી વાર છે કે જ્‍યારે બેંકિંગ નિયામકે ક્રેડિટ કાર્ડ શુલ્‍ક વિશે કંઇક કહ્યુ હોય. થોડા સમય અગાઉ આરબીઆઇએ બેંકોને ફલોટિંગ દરે લેવાયેલ કંઝ્‍યૂમર લોનનો સમય પૂર્વ ચૂકવણી પર શુલ્‍ક નહીં લેવા કહ્યુ હતુ અને સાથે બચત ખાતામાં ન્‍યૂનતમ જમા નહીં થવા પર પણ કોઇ દંડ ન વસૂલવાનો આદેશ આપ્‍યો હતો. આરબીઆઇએ આગામી બીલ તારીખ સુધી કાર્ડના બાકી પર વ્‍યાજ ન વસૂલવા કહ્યુ છે. અત્‍યાર સુધી બીલની છેલ્લી તારીખ નીકળ્‍યા બાદ ચૂકવણી કરનારા ગ્રાહકોએ વ્‍યાજ આપવું પડતું હતું. પરંતુ નવા નિર્દેશો બાદ બીલની ચૂકવણી કરવા માટે વધુ સમય મળશે.

જોકે બેંકરોએ એ પણ સ્‍પષ્‍ટ કરી દીધું છે કે જો ગ્રાહકે આગામી બીલ તારીખ બાદ પણ ચૂકવણી નહીં કરી તો તેને ખરીદ તારીખથી વ્‍યાજ ચૂકવવું પડશે.જોકે હવુ સુધી મોટાભાગની બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ક્રેડિટ કાર્ડ શુલ્‍ક ઘટાડવામાં દિલચસ્‍પી દેખાડી નથી. ક્રેડિટ કાર્ડ બાકી પર સૌથી વધુ ૩૫થી ૪૭% વાર્ષિક દરે વ્‍યાજ લાગે છે.