ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (18:02 IST)

બેન્કોનું કરોડોનું કરી નાંખનારા બિન્દાસ રાજાશાહી ઠાઠથી જીવી રહ્યા છે

સ્ટેટ બેન્કમાંથી રૃ. ૨૫૦ કરોડથી વધુની તેમજ અન્ય બેન્કોમાંથી કરોડો રૃપિયાની લોન લેનારી વસ્ત્રાપુરની આઇટી કંપની ECSના કરતુતો SISની જેમ બહાર આવી રહ્યા છે. બેન્કોને પેમેન્ટ નહીં ચૂકવી શકતી કંપનીએ પાર્ટીઓને માલ ખરદ્યા બાદ સમયસર પેમેન્ટ પણ ચૂકવ્યા નથી. તાજેતરમાં જ આવા એક વેપારીએ પણ ECSએ આપેલો ચેક રીટર્ન થયાની ફરીયાદ ITકંપનીઓના એસોસિએશન  (ACMA)સમક્ષ કરી હતી. બીજી તરફ કરોડોની લોન લીધા પછી બેન્કોને પરત ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા વિજય મંડોરા રાજાશાહી ઠાઠથી જીવે છે. એટલું જ નહીં તે પોતે જગુઆરમાં અને તેનાં પત્ની બીએમડબલ્યુ જેવી લકઝયુરીયસ કારોમાં આરામથી ફરી રહ્યાં છે.

અમદાવાની ITકંપનીઓ અને આ બિઝનેસ સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓનું એક ઈન્ટરનલ ગુ્રપ બનેલું છે. જે ACMAજોડે જોડાયેલું છે. આ ગુ્રપની વેપારીઓ કે કંપનીઓને જો તાત્કાલિક હાર્ડવેર, લેપટોપ કે અન્ય માલની જરૃરત હોય તો એકબીજા પાસેથી ખરીદે છે. તાજેતરમાં પાવર સોલ્યુશન નામની કંપની પાસેથી  ECSએ માલ ખરીદ્યો હતો. જેના પેટે ચેક અપાયો હતો. આ ચેક બેન્કમાંથી રીટર્ન થયો હતો. જેથી કંપની દ્વારા ACMAનાં ચેરમેનને ECSનો ચેક રીટર્ન થયાની મૌખિક ફરીયાદ કરાઇ હતી. ACMAના માર્ગદર્શન મુજબ ECSને વકીલ મારફતે ચેક રીટર્ન અંગેની નોટીસ પણ અપાઇ હતી.
ત્યારબાદ ECSના CMDવિજય મંડોરાએ ત્રણથી ચાર ટુકડામાં પેમેન્ટ ચૂકવ્યું હતું. તેમજ અમુક પેમેન્ટ પેટે માલ આપી હિસાબ ચૂકતે કર્યો હતો. ECSસાથે સંકળાયેલા નજીકના સૂત્રો કહે છે કે, જે વેપારી કે કંપનીએ ECSને ધમકી આપી હતી કે અમારું પેમેન્ટ નહીં ચૂકવશો તો તમારી કંપનીને ACMAમાં બ્લેકલિસ્ટ કરીશું. આવા વેપારી કે કંપનીઓને પેમેન્ટ ચૂકવાઇ ગયા હતા. આમ છતાં હજુ બજારમાં ECSને ખૂબ જ મોટી રકમની ચૂકવણી કરવાની બાકી છે. લીનોવો, આઇબીએમ સહિતની અનેક કંપની અને વેપારીઓએ નવો માલ આપવાનું ECSને બંધ કરી દીધું છે. ECSએ આપેલા ચેકો રીટર્ન થયા હોય તેવી કંપનીઓ હવે તેની સામે કેસ કરવાનું વિચાર રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંડોરાની આ આખીય પ્રવૃત્તિમાં સ્ટેટ બેન્કના કેટલાંક અધિકારીઓની સાઠગાંઠ થયાની ચર્ચા છે.