બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2015 (16:14 IST)

બૈંક એફડી મુદ્દત કરતા વહેલી ઉપાડશો તો એનો વ્યાજ દર અલગ

તમે બેંકની ફિકસ્‍ડ ડિપોઝીટ પૂર્ણ મુદ્દત સુધી રાખી મૂકશો કે વહેલી ઉપાડશો એના આધારે એનો વ્‍યાજદર નક્કી કરવામાં આવશે. આ રીતે સમાન મુદ્દત માટે અલગ-અલગ વ્‍યાજદર આપવાની સુવિધા રિઝર્વ બેંકે તમામ બેંકોને આપી છે. જોકે એ માટે બીજી કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે.

   રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે, ૧૫ લાખ રૂપિયાથી ઓછી રકમની તમામ ફિકસ્‍ડ ડિપોઝીટમાં મુદત પૂર્વે ઉપાડની સુવિધા આપવામાં આવવી જોઇએ.

   કેન્‍દ્રીય બેંકની મંજૂરીને પગલે હવે કમર્શિયલ બેંકો ટૂંક સમયમાં અલગ-અલગ દર જાહેર કરે એવી શક્‍યતા છે.

   બેંકોને કહેવામાં આવ્‍યું છે કે, તેઓ ગ્રાહકોને વહેલા ઉપાડની સુવિધા વિશે પહેલેથી જાણ કરે અને વહેલો ઉપાડ કરનાર તથા ઉપાડ નહીં કરનારને અલગ-અલગ વ્‍યાજ મળશે એ બાબત પણ તેમના ધ્‍યાનમાં લાવવી જરૂરી છે. આ વ્‍યાજદરને સંબંધિત બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવવી જોઇએ.

   અહીં નોંધવું ઘટે કે રિઝર્વ બેંકે ૧ કરોડ રૂપિયા કે એનાથી ઓછી મુદ્દતની ફિકસ્‍ડ ડિપોઝીટ પર ઉપાડની સુવિધાના આધારે અલગ-અલગ વ્‍યાજદર રાખવાની છૂટ સૌથી પહેલા જાન્‍યુઆરી ૨૦૧૩માં જાહેર કરી હતી.