શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2015 (16:11 IST)

બોલો!, કેરી પકવવા માટે ગેસ પ્લાન્ટ!

વેપારીઓ સામાન્ય રીતે કેરીને વહેલી પકવવા માટે કરે છે. આવી રીતે કેરી પકવવાથી લોકોના આરોગ્યને નુકશાન થતું હોવાથી જૂનાગઢના વેપારીઓએ કેરીને પકવવા માટે ગેસ પ્લાન્ટ ઊભા કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેરીની ધીમી આવક વખતે વેપારીઓ ઊંચા ભાવ મેળવવા માટે કાર્બાઈડની મદદથી કેરી પકવે છે. તેનાથી લાકોના આરોગ્યને નુકસાન થાય છે. તેમજ તંત્ર દ્વારા પણ કાર્બાઈડથી પકવવામાં આવતી કેરી ઝડપી લઈને તેનો નાશ કરવામાં આવે છે. જોકે જૂનાગઢના વેપારીઓએ કાર્બાઈડથી કેરી પકડવાને બદલે ગેસથી પકવવા માટે ગેસ પ્લાન્ટ ઊભા કર્યા છે. આ એસેલેટીન ગેસ નુકશાનકારક નહીં હોવાનું કેન્દ્ર સરકારે તારણ કાઢ્યું છે. તેમજ આવા ગેસ પ્લાન્ટને સરકાર માન્યતા આપતી હોવાથી જૂનાગઢના કેરી બજારમાં આવા પાંચ પ્લાન્ટ ઊભા થયા છે. તેમાં એકસાથે જોઈતા પ્રમાણમાં કેરી પકડવવામાં આવે છે.