ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (00:03 IST)

ભારતીય રેલવે- પ્રવાસીઓ હવે ચાદર, બ્લેન્કેટ ઘેર લઈ જઈ શકશે

ભારતીય રેલવેની IRCTC કંપનીએ પર્સનલાઈઝ્ડ ટેક અવે બેડરોલ સ્કીમ શરૂ કરી છે જે અંતર્ગત હવે પ્રવાસીઓ ચાદર અને બ્લેન્કેટ એમની સાથે પોતાના ઘેર લઈ જઈ શકશે. આ સુવિધા સ્લીપર અને જનરલ કોચ માટે પણ ઉપલબ્ધ હશે.

પ્રવાસીઓ આ સુવિધાનો લાભ ઓનલાઈન બેડ રોલ બુક કરાવીને લઈ શકે છે. સફર પૂરી કર્યા બાદ પ્રવાસી પોતાની સાથે આ કિટ પોતાની સાથે ઘેર પણ લઈ જઈ શકે છે.

આમ, પ્રવાસીઓએ હવે ટ્રેન સફર માટે પોતાના ઘેરથી બેડિંગ કે બિસ્તરો લાવવાની જરૂર નહીં રહે. આ બેડરોલ કિટ્સ ડિસ્પોઝેબલ હોય છે તેથી યાત્રીઓ એને પોતાની સાથે પણ લઈ જઈ શકે છે.