શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2013 (12:29 IST)

ભારતીય શેરબજારમાં તેજી

P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે વોલેટાઇલ કારોબાર બાદ સેન્સેક્સ 20,000નું મહત્વનું લેવલ ક્રોસ કર્યુ હતુ. સેન્સેક્સ 80 પોઇન્ટ વધીને 19,987 અને નિફ્ટી 32 પોઇન્ટ વધીને 6057નાં લેવલે બંધ આવ્યા.

માર્કેટમાં સતત બીજા દિવસે રિયલ્ટી સ્ટોકમાં તેજી જોવા મળી અને બીએસઇ રિયલ્ટી ઇન્ડેક્ષ 1 ટકા વધ્યો. બેંક, એફએમસીજી, ટેકનોલોજી, ઑઇલ એન્ડ ગેસ અને ઑટો સ્ટોકમાં 1 ટકા સુધીની તેજી હતી.

કૈપિટલ ગુડઝ. હેલ્થકેર, પાવર અને સરકારી કંપનીઓનાં સ્ટોકમાં સામાન્ય તેજી હતી. મેટલ સ્ટોકમાં સામાન્ય ઘટાડો હતો. જ્યારે આઇટી સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ.