બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 ફેબ્રુઆરી 2015 (11:52 IST)

ભારતીય સીંગદાણામાં જીવાત દેખાતા વિયેતનામ સરકારે પ્રતિબંધ મુક્યો

સીંગદાણાની ક્વોલીટી સુધાર પર આંખ આડા કાન કરાતા ભારતીય સીંગદાણાની આયાત પર પ્રતિબંધ મુકવાનું વિયેતનામ સરકારે આકરૃ પગલુ ભર્યું છે. એપ્રિલથી પ્રતિબંધ લાગુ થશે. ત્યા સુધીમાં પહોંચતા કન્ટેનરમાં જીવાત દેખાશે તો રિજેક્ટ કરવામાં આવશે.
 
સીંગદાણાના એક નિકાસકારે કહ્યું હતું કે વિયેતનામ મોકલાતા ભારતીય સીંગદાણામાં જીવાત દેખાતા જાન્યુઆરીમાં ચેતવણી અપાઈ હતી. પરંતુ આ ચેતવણી છતાં વિયેતનામ પહોંચતા સીંગદાણામાં જીવાત દેખાતા ફાયરો સેનેટરી ડિપાર્ટમેન્ટે વિયેતનામ સરકારને જાણ કરાતા એપ્રિલ મહિનાથી ભારતીય સિંગદાણાની આયાત પર બેન્ક મૂકી દીધો છે. જેની જાણ ઈન્ડીયન કોમર્સ મંત્રાલયને કરી દેવામાં આવી છે. આ નિર્ણયની જાણ કરતો પરિપ૬ આઈઓપીઈપીસીએ ઈ-મેલ દ્વારા સભ્યોને પણ જાણ કરી દીધી છે.
 
વિયેતનામ સરકારે ૬ ફેબુ્રઆરીના ભારતીય સીંગદાણાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મુક્યા બાદ બે મહિના સુધી રાહત મળતી હોય છે. જેથી આગામી ૬ એપ્રિલ બાદ મોકલેલા સીંગદાણા પોર્ટ પર ઉતારવા દેવામાં આવશે નહિ. પ્રતિબંધ પૂર્વેના ડિસ્પેચ થયેલા સીંગદાણામાં જીવાત કે અન્ય કોઈ રોગ નહિ હોય તો જ માલ ઉતારવા દેવાશે. કાઉન્સીલ દ્વારા મુશ્કેલીને કઈ રીતે નિવારી શકાય તે માટે નિકાસકારોને જાણકારી આપશે. વિયેતનામ સરકારે મુકેલા પ્રતિબંધથી સીંગદાણા બનાવનારા અને નિકાસકારોમાં ફફડાટ ફેલાયો છે.