શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 જુલાઈ 2014 (12:23 IST)

માત્ર ધોરણ 7 ભણેલા ખેડૂતે ખારાશવાળી જમીનમાં કરી કરમદાની ખેતી

કૃષિરત્ન એવોર્ડમાં હવે જોઇએ એક એવા ખેડૂતની સફળગાથા કે જેઓએ ખારાશવાળી જમીનમાં ખેતી કરીને સફળતા મેળવી છે. આ ઉપરાંત મુલ્યવૃધ્ધિ દ્વારા ખેડૂતોને નવી દિશા આપી છે.

ભાવનગર જીલ્લાના ગોલરામા ગામમાં રહેતા લાલજીભાઇ માત્ર 7 ધોરણ ભણેલા છે. જોકે, તેઓએ પોતાની કોઠાસુઝથી ખેતીની સાથે મુલ્યવૃધ્ધિનો માર્ગ અપનાવીને સફળતા મેળવી છે. લાલજીભાઇના ગામ આજુબાજુની જમીન ખારાશવાળી હોવાથી ખેતી કરવી મુશ્કેલ હતી. આ સંજોગોમાં લાલજીભાઇએ કરમદાની ખેતી કરીને સફળતા મેળવી. આ બાદ મુલ્યવૃધ્ધિ માટે આ કરમદામાંથી ચેરી બનાવવાનું યુનિટ તેઓએ સુરતમાં સ્થાપ્યુ. તેઓના આ યુનિટમાં પપૈયામાંથી ટુટી ફ્રુટી પણ બનાવાવમાં આવે છે. 

બાગાયતી પાકોમાં સફળતા મેળવ્યા બાદ લાલજીભાઇએ વર્ષ1999 પોતાનુ ફુડ પ્રોસેસીંગ યુનીટ શરુ કર્યુ. આ બાદ તેના વિસ્તરણ માટે ગ્રામીણ રોજગાર યોજના હેઠળ લોન લઈને 2006મા તેમણે સુરતમા એકમની સ્થાપના કરી હતી. અહી તેમણે જામ ,જેલી કરમદાની ચેરી તેમજ સરબત જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. ગોળરામા ખાતે રહેતા લાલજીભાઈ હજુ પણ કરમદાની ખેતીમાં પ્રયોગો કરતા રહે છે. 

લાલજીભાઈના મતે કરમદાનો પાક વર્ષમા બે વખત લઈ શકાય છે. ચોમાસા દરમિયાન કદાચ વરસાદની અનીયમીતતના કારણે એક પાક ફેલ થાય પણ દીવાળીનો પાક જરૂરથી લઈ શકાય છે. આ કરમદાના એક છોડમાથી 50 કીલો કરમદા નીકળે છે .અહી મજુરોની પણ બહુ જરુર નથી પડી માત્ર ફળ ઉતારવાના સમયે જ મજુરો ની જરરુ પડે છે. ખેડુતોએ કરમદાની ખેતી તરફ વળવુ જોઈએ તેમ પણ લાલજીભાઈનુ માનવુ છે. પાણીની અછત ધરાવતા ગોલરામા ગામમાં લાલજીભાઈ ટપક પધ્ધતિ નો અમલ કરી પાણી પણ બચાવે છે.તેઓ આગામી દિવસોમાં ગોળરામા ખાતે જ એક પ્રોસેસીંગ યુનીટ ઉભુ કરીને 100 થી વધુ સ્થાનીકોને રોજગારી આપવા માટે આયોજન કરી રહયા છે.