બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 જુલાઈ 2015 (17:09 IST)

મુબઇ મેટ્રો રેલ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઓપરેટર્સ હવે પ્રી-પેઈડ કાર્ડ જારી કરી શકશે.

મુંબઈ મેટ્રો રેલ અને ભારતીય રેલવે જેવા માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઓપરેટર્સ હવે પ્રી-પેઈડ કાર્ડ જારી કરી શકશે. તેને કારણે પ્રવાસીઓ લાંબી લાઈનમાં ઊભા રહેવાથી બચી શકશે. આ કાર્ડનો ઉપયોગ ટ્રાન્ઝિટ સિસ્ટમ એરિયામાં અન્ય વસ્તુ ખરીદવા માટે પણ ઉપયોગી બનશે.

એ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ(એમટીએસ) ઓપરેટર્સને પ્રી-પેઈડ કાર્ડ જારી કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાર્ડ મારફતે મુસાફરો કેટલીક રકમ કાર્ડમાં ટ્રાન્સફર કરી શકશે. આ કાર્ડને સ્વાઈપ કરીને મુસાફર ટ્રેનમાં પ્રવાસ કરી શકશે અને ટિકિટ ખરીદવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. હાલમાં કેટલાક એમટીએસ ઓપરેટર્સે બેન્કો સાતે પાર્ટનરશીપમાં પ્રી-પેઈડ કાર્ડ જારી કયર્િ છે.

એ કહ્યું કે એમટીએસ ઓપરેટર્સ દ્વારા જારી થનારા પ્રી-પેઈડ કાર્ડમાં કોઈપણ સમયે બેલેન્સ 2000 રૂપિયાથી વધારે ન હોવું જોઈએ. પ્રી-પેઈડ કાર્ડમાં જમા થયેલી રકમ રિફંડ કરવાની મંજૂરી પણ નહીં મળે. કાર્ડની ઓછામાં ઓછી વેલિડિટી કાર્ડ જારી કયર્નિી તારીખથી છ મહિનાની રહેશે. પ્રી-પેઈડ કાર્ડનો ઉપયોગ ટ્રાન્ઝિટ સિસ્ટમના પરિસરમાં અન્ય વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદવા માટે પણ કરી શકાશે. હાલમાં અને બેન્ક જેવી ગણતરીની બેન્કોએ જ આ પ્રકારના કાર્ડ જારી કયર્િ છે.