બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 માર્ચ 2015 (15:30 IST)

રાજયના દૂર દૂરના વિસ્તારોમાં છૂટાછવાયા રહેતા પરિવારોને સોલાર દ્વારા વીજળી આપવામાં આવશે

રાજયના દૂર દૂરના અને ઊંડાણના વિસ્તારોમાં છૂટાછવાયા રહેતા પરિવારોને સોલર દ્વારા વીજળી આપવામાં આવશે અને આ માટે ખાસ જોગવાઇ પણ કરવામાં આવી હોવાનું ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં ઝૂંપડપટ્ટીમાં વીજળીકરણ અંગે તેમ જ અમદાવાદ જિલ્લામાં આ જ યોજના હેઠળ થયેલા વીજજોડાણો અંગેના પ્રશ્ર્નના ઉત્તરમાં ઊર્જા રાજય પ્રધાન ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ૩૧-૧૨-૨૦૧૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ૩૪૩.૧૯ના ખર્ચે ૮૧૩૧ લાભાર્થીઓને અને અમદાવાદ જિલ્લામાં ૨૦૨.૧૭ લાખના ખર્ચે ૪૬૧૩ લાભાર્થીઓને ગૃહવપરાશ વીજજોડાણ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ કોઇપણ અરજી પડતર નથી. દરિયા કિનારાના ખાડી વિસ્તારોમાં વસતા પરિવારોને વીજળી આપવા અંગે તેમણે જણાવ્યું કે, આઠ થી દસ ખેડૂતો અરજી કરે તો સિંગલ ફેઝ ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. ઝૂંપડપટ્ટીમાં વીજજોડણ માટે કોઇ ચાર્જ લેવાતો નથી. આ માટે લાભાર્થી બી.પી.એલ. હેઠળ નોંધાયેલ હોવો જરૂરી છે. આ ઉપરાંત લાભાર્થી બી.પી.એલ. ન હોય તો પણ ગ્રામ્ય વિસ્તારમાં તેની આવક વાર્ષિક રૂ. ૨૭,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૩૨,૦૦૦થી વધુ ન હોવી જોઇએ.