ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 30 માર્ચ 2008 (16:42 IST)

રિલાયન્સ એનર્જીને 1200 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો

નવી દિલ્હી. રિલાયન્સ એનર્જી લિમીટેડને 400 કિલોવોટ ઉચ્ચ વોલ્ટેજ વિજળી ટ્રાન્સમિશન માટે લગભગ 1200 કરોડ રૂપિયાના બે કોન્ટ્રાક્ટ મળ્યા છે. કંપનીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે, બે ખાનગી કંપની દ્વારા આ ઈજારા આપવામાં આવ્યા છે. આ કંપનીઓ પર રિલાયન્સ પાવર ટ્રાન્સમિશન લિમીટેડની માલિકી છે. યોજના અનુસાર વર્ષ 2009ના અંત સુધી લગભગ 4300 ટાવરો સહિત નવ લાઈનોનુ નિર્માણ કરવામાં આવશે.