શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 7 જુલાઈ 2015 (17:25 IST)

રૂ.2000 કરોડના ખચે ટુરિઝમ

વિશ્વ પ્રવાસનના નકશામાં ગુજરાતને સ્થાન આપવા માટે જગવિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા પછી રાજ્યમાં દેશ અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે ત્યારે આ પ્રવાહને જાળવી રાખવા માટે હવે રાજ્ય સરકારે તેના પ્રવાસન કેન્દ્રોના વિકાસની સાથોસાથ તેની આસપાસમાં માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. નવી સૂચિત પ્રવાસન નીતિમાં પણ આ ક્ષેત્રમાં વધુ રોકાણો આકર્ષવા માટે કેટલીક છુટછાટો જાહેર કરવાની તૈયારી પણ કરવામાં આવી છે, તેવો સંકેત વાતચીતમાં સૌરભ પટેલે કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં રહેલા વારસા અને વિરાસતને વિશ્વ સમક્ષ મુકવા માટે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા પછી દેશ વિદેશના લોકોનો ગુજરાત પ્રત્યેનો નજરીયો બદલાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશ-વિદેશી પ્રવાસીઓમાં અનેક ગણો વધારો થયો છે તેના કારણે હવે રાજ્યમાં પ્રવાસન માટે રોકાણો કરવા લોકો ઉત્સુક બન્યા છે. હાલ પંચતારક હોટેલ્સથી માંડીને જુદી 35થી વધારે હોટેલ્સનું નિર્માણ થયું છે અથવા તો નિર્માણાધિન છે. ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂ.2000 કરોડના જુદા જુદા પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કે છે જેમાં અમદાવાદમાં રોલર કોસ્ટર અને લંડન આઇ જેવો વિશાળ ચગડોળના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, વિભાગે પ્રથમ દ્વારકા, ચોટીલા, બેચરાજી, ઉનાવા તથા શબરીધામ (ડાંગ) ખાતેના માળખાકીય સહિતના પ્રોજેક્ટ હાથ પર લીધા હતા, તે હવે પૂરાં થઇ ગયા છે. હવે ડાકોર, શામળાજી, ગોપનાથ મહાદેવ, ગલતેશ્વર, ઉત્કંઠેશ્વર, નાગેશ્વર, બેટ દ્વારકા-દ્વારકા, સોમનાથમાં ભાલકાતીર્થ, વડનગર, હાટકેશ્વર પ્રોજેક્ટ પ્રગતિમાં છે. આગામી સમયમાં વડોદરા કન્વેશન સેન્ટર, કન્થલપુર વડ, સોમનાથ અને ચાંપાનેર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, તિથલ, ગોપનાથ, વેરાવળ, કચ્છ માંડવી, ચોરવાડ ખાતે કોસ્ટલ ટુરિઝમ પ્રોજેક્ટ શર કરાશે.
ઇકો ટુરિઝમ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવા માટે વન વિભાગ સાથે રાખીને રતમ મહાલના પોલો જંગલો, પદમપુરી, થોળ, નળસરોવર, સાસણગીર, નર્મદા જેવા સ્થાનોએ ઇકો ટુરિઝમ વિકસાવાશે. જેમાં પર્યાવરણની જાળવણી સાથે પ્રવાસન કેન્દ્રોનો વિકાસ થાય તેની ખાસ ચીવટ રખાશે.
પ્રધાન સૌરભ પટેલે આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના ટુરિઝમ સ્થળોને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છ બનાવવાના લક્ષ્યાંક હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય, દક્ષિણ ગુજરાત ઝોનમાંથી 31 ટુરિસ્ટ સ્થળોને સ્વચ્છતા માટે પસંદ કરાયા છે. અન્ય દેશોની જેમ ગુજરાતમાં પણ કચ્છ રણોત્સવ, ધોળાવીરા, રન ફોર રણ, પોલો ફોરેસ્ટ, સાઇકલ રેસ, સાપુતારા પેરા ગ્લાઇડિંગ અને માંડવી, તીથલ બિચ ફેસ્ટીવલ જેવા ઇવેન્ટ બેઝ ટુરિઝમ શરૂ કરાયા છે. રાજ્ય સરકારે ટુરિઝમ ઉદ્યોગની સાથે ભારતીય અને વિદેશી નાગરિકો ગુજરાતનું આતિથ્ય માણી શકે અને ગુજરાતના લોકો આર્થિક ઉન્નતિ મેળવી શકે તે માટે હોમ સ્ટે પોલીસી અમલમાં મુકી છે. અત્યાર સુધીમાં 95 જેટલા હોમ સ્ટે માટે નોંધણી   થઇ ચૂકી છે. મોટા પ્રમાણમાં પ્રવાસીઓના આગમનને ધ્યાનમાં રાખીને કુશળ મેનપાવર તૈયાર કરવા માટે આપણે તમામ 33 જિલ્લા, શહેરોમાં યુવાનોને તાલીમ આપી રહ્યા છીએ એટલું જ નહીં અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેનેડા, જાપાન જેવા દેશોમાં રિસેપ્શન સેન્ટરો અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન બ્યુરો બનાવવા પણ વિચારણા ચાલી રહી છે.