બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: કલકત્તા. , શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (12:08 IST)

રેલવે મુસાફરો માટે ખુશ ખબર.. હવે રેલવે સ્ટેશનો પર પણ ખુલશે પિઝા હટ..

રેલવેનુ ખાવાનુ હંમેશા ચર્ચામાં રહ્યુ છે. બીજી બાજુ હવે રેલવેની ઓનલાઈન સાઈટ આઈઆરસીટીસીએ મુસાફરોની સુવિદ્યા માટે કેફે કોફી ડે. પિઝા હટ. બરિસ્તા કોફી. સબવે અને જમ્બોકિંગ વડાપાવ જેવી કંપનીઓને રેલવે સ્ટેશનો પર પોતાના આઉટલેટ ખોલવા માટે વાતચીત કરી રહી છે. આવુ કરવા પર આઈઆરસીટીસી પોતાની વાર્ષિક કમાણીને વર્તમાનના 30 કરોડ રૂપિયાથી 50 કરોડ રૂપિયા સુધી પહોંચાડવા માંગે છે. એક અંગ્રેજી છાપાએ પણ આ સમાચાર આપ્યા છે. 
 
આઈઆરસીટીસીની કૈટરિંગ સર્વિસેઝના ડાયરેક્ટર આર.એન. કલિતાએ કહ્યુ કે મૈપલ હોટેલ્સને હરિદ્વાર સ્ટેશન પર ફુડ પ્લાઝા ચલાવવા માટે પસંદ કરવામાં આવી છે અને આ પ્રકારની શરૂઆત પણ થઈ ગઈ છે. આ રીતે ભાવનગર. દિલ્હી. કૈટ. કાનપુર સેટ્રલ અને અનેક સ્થાનો પર મળીને કુલ 106 ફુડ પ્લાઝા ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમે દિલ્હીને પણ વિવિચ મેટ્રો સ્ટેશન પર 56 અને કિઓસ્ક ખોલવાની તૈયારીમાં છે.  
 
એફએસના સીઓઓ ગૌરવ દિવાને કહ્યુ.. અમારુ લક્ષ્ય છે કે અમે ભારતીય રેલવે મુસાફરોને મુસાફરીનો સારો અનુભવ આપીએ. અમારી સામે સૌથી મોટો પડકાર રેલવે સ્ટેશન પર આમતેમ વિખરાયેલી ખાનપાન સુવિદ્યાઓને સંગઠિત કરવાની છે.  
 
આઈઆરસીટીસી ટૂંક સમયમાં જ દેહરાદૂન અને હરિદ્વાર જેવા ટાયર ટૂ શહેરોમાં 50 ફુડ પ્લાઝાને ફાઈનાલાઈઝ કરી દેશે. વિવિધ પ્રકારના ગ્રાહકોને ધ્યાનમાં રાખતા રેલવે અને મેટ્રો સ્ટેશનો પર બધી પ્રાઈસના રેંજના ખાદ્ય પદાર્થો પુરા પાડવામાં આવશે.