શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 ઑક્ટોબર 2015 (00:02 IST)

રોકડ પકડાશે તો ઇન્કમટેક્ષને જાણ કરાશે

રાજ્યની મ્યુનિ.કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી મહિને યોજાનાર છે ત્યારે ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમની મોટાપાયે થતી હેરફેરને રોકવા તંત્ર દ્વારા બાજ નગર રાખવામાં આવી રહી છે.

ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા રાજકીય પક્ષો, ઉમેદવારો અને હિત ધરાવતા તત્વો રોકડ રકમ તથા અન્ય ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. ચૂંટણીઓ દરમિયાન મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવા અને મતો મેળવી જંગી બહુમતી ચૂંટાવવા માટે રોકડ રકમનો વધુ ઉપયોગ થતો હોવાનું ચૂંટણી પંચના ધ્યાનમાં આવતું હોય છે. ચૂંટણીમાં પ્રકારે રોકડ રકમનો દુરુપયોગ ના થાય તે હેતુસર ચૂંટણી પંચના કર્મચારીઓ, પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીની ટીમ બનાવી છે. મોટરકાર કે ખાનગી વાહનોમાં રોકડ રકમ લઇ જતી વખતે જો કોઇ પકડાય તો તે વ્યક્તિએ તેની પાસે રહેલી રકમ અંગેના પુરાવા આપવા ફરજિયાત છે. સંબંધિત વ્યક્તિ રોકડ રકમ અંગેના પુરાવા પૂરા ના પાડી શકે તો તે રકમનો ચૂંટણી માટે દુરુપયોગ કરાતો હોવાનું માનીને રોકડ જપ્ત કરે છે. પ્રકારે જપ્ત કરાતી રોકડ રકમ પોલીસ કે ચૂંટણી પંચ રાખી ના શકે. રકમ ઇન્કમટેક્સ વિભાગમાં જમા કરાવવી પડે છે. જો રકમના પુરાવા રજૂ ના થાય તો આઇટી વિભાગ તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી દે છે.