શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , શનિવાર, 10 જાન્યુઆરી 2009 (10:58 IST)

રોકાણકારોનો આત્મવિશ્વાસ ટકી રહેશે-ઉદ્યોગ

ઉદ્યોગો સંગઠનોએ સત્યમ કોમ્યુટર્સ સર્વિસેજના નિદેશક મંડળને ભંગ કરવાની સરકારની પહેલનુ સ્વાગત કરતા આજે કહ્યુ કે આમા સંકટગ્રસ્ત આઈટી કંપનીના પ્રત્યે રોકાણકારોમાં વિશ્વાસ પાછો લાવવામાં મદદ મળશે.

ઉદ્યોગ સંગઠન CIIના મહાસહિવ ચંદ્રજીત બેનર્જીએ કહ્યુ કંપનીને બચાવવાની જરૂર છે. કંપનીને બચાવવા માટે ગમે તે પગલું ઉઠાવે તે યોગ્ય છે.

તેમણે કહ્યુ કે તેઓ સરકાર અને બજાર નિયામક ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ તરફથી ત્વરિત કાર્યવાહી જોવા માંગે છે.

સરકારે સત્યમ કોમ્યુટર્સ સર્વિસેસના નિદેશક મંડળને ભંગ કર્યા પછી 10 સભ્યો સાથે નિદેશક મંડળનુ પુર્નગઠન કરવાની યોજના બનાવી છે.