શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 30 માર્ચ 2008 (10:52 IST)

વૈશ્વિક મંદીને લીધે સોના-ચાંદીમાં નરમાશ

નવી દિલ્હી. વૈશ્વિક બજારોમાં મંદીના સમાચારોને કારણે સ્ટાકિસ્ટોની સતત વેચાણને લીધે 29 માર્ચે સમાપ્ત થયેલ અઠવાડિયા દરમિયાન દિલ્હીના સર્ફારા બજારમાં મંદીનું વાતાવરણ ચાલુ રહ્યું હતું અને બંને કિંમતી ધાતુઓના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમેરીકી ડોલર મજબુત થવાને લીધે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો જેની અસર ઘરેલૂ બજાર પર પડી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લગ્નની સિઝન સમાપ્ત થયા બાદ સોના ચાંદીની માંગમાં ઘટાડો થયો છે.

સ્ટાંડર્ડ સોનાના અને આભુષણના ભાવ લગભગ 12475 રૂપિયા અને 12325 રૂપિયા સુધી વધ્યા બાદ સ્ટાકિસ્ટોમાં ભારે વેચાણને કારણે અઠવાડિયામાં 245...145 રૂપિયાની હાનિને લીધે લગભગ 12230 રૂપિયા અને 12080 રૂપિયા પ્રતિ દસ ગ્રામે બંધ થયું હતું.