ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 25 જૂન 2015 (15:36 IST)

શાકભાજીના ભાવમાં સીધો ૩૦ ટકાનો વધારો

એક જ વરસાદના આગમનના પગલે જ આજથી શાકભાજીના ભાવમાં સીધો ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. જે આવતી કાલે વધીને બમણો થવાનું શાકભાજી વેચનારા જણાવે છે. હજુ તો ગઈ કાલ સુધી બજારમાં છૂટક રૂ.૨૦થી ૩૦ કિલો મળતાં શાક આજે રૂ. ૪૦થી ૬૦ના પ્રતિકિલો વેચાઈ રહ્યાં છે. ભાજી મોટાપાયે બજારમાં આવી હોવા છતાં વરસાદમાં ભીંજાયેલી હોઈ સડી જવાની બીકના કારણે રૂ.૩૦ની કિલો મળતી ભાજી આજે રૂ.૧૦૦થી ૧૫૦ કિલો વેચાઈ રહી છે. ફુદીનો વરસાદી વાતાવરણમાં વધુ ઉપયોગમાં આવતો હોઈ રૂ.૨૫ સુધી ૧૦૦ ગ્રામના ભાવે એટલે કે રૂ.૨૫૦ કિલોથી વેચાઈ રહ્યો છે.

ઉનાળાની ગરમીમાં ઓછી આવકના કારણે મોંઘાદાટ થયેલા શાકભાજી ફરી થોડા સમય માટે વરસાદના કારણે મોંઘા બનશે. એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે આજે રસ્તામાં જે માલ હતો તે તમામ સવારે એપીએમસીમાં ઊતરી ચૂક્યો છે. વરસાદની અસર શાકભાજી પર ચોક્કસ પડશે, પરંતુ તેનો સાચો અંદાજ બે દિવસમાં ખબર પડી જશે. શાકભાજીની લારી ચલાવતા લોકો કહે છે કે ગઈ કાલે વરસાદના કારણે શાક વેચાયા જ નથી તે સ્ટોક અત્યારે ચાલે છે. પરંતુ આવતી કાલથી જ શાકભાજીના ભાવ બમણા થઈ જશે.

અમે હાલમાં જ શાક માર્કેટમાંથી નહીં આવવાના કારણે અમારા સ્ટોક મુજબ રૂ.૨૦થી ૪૦ ટકા વધુ ભાવથી વેચાણ કરી રહ્યા છીએ. જે લીંબુ ઉનાળામાં મોંઘવારીથી રૂ.૧૦નું પ્રતિ નંગથી વેચાણથી રડાવતાં હતાં તે જ લીંબુ વરસાદની મોસમ આવતાં રૂ.૫૦નાં કિલો વેચાઈ રહ્યાં છે. ખેતરોમાં પાણી ભરાવાથી શાકભાજીના પાકને તેમજ વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ખોરવાતાં શાકભાજીના ભાવમાં હવે બમણો વધારો થવાના અેંધાણ વર્તાઈ રહ્યા છે.

શાકભાજીના ભાવ
રીંગણ         રૂ. ૬૦ કિલો
ચોળી        રૂ. ૮૦ કિલો
પરવળરૂ. ૮૦થી ૧૦૦
ભીંડા        રૂ. ૮૦ કિલો
કારેલાં  રૂ. ૭૦થી ૮૦ કિલો
દૂધી         રૂ. ૫૦ કિલો
ગવાર         રૂ. ૮૦ કિલો
ટીંટોરાંરૂ. ૭૦થી ૮૦ કિલો
ગલકાં  રૂ. ૫૦ કિલો
તુરિયાંરૂ. ૪૦થી ૫૦ કિલો
ટામેટાં રૂ. ૪૦થી ૫૦ કિલો
કોબી         રૂ. ૪૦થી ૫૦ કિલો
ફૂદીનો         રૂ. ૧૫૦ કિલો
કોથમીરરૂ. ૧૦૦ કિલો
અન્ય ભાજીરૂ.૧૦૦ કિલો
પાલક        રૂ. ૧૦૦ કિલો
મરચાં  રૂ. ૧૦૦ કિલોશાકભાજીના ભાવમાં સીધો ૩૦ ટકાનો વધારો