શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2013 (16:43 IST)

શેર બજારમાં તેજી, સેન્સેક્સ 21 હજાર પાર

:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે નિફ્ટી એક્સપાયરીનાં દિવસે માર્કેટમાં જોશ દેખાયો. અને સેન્સેક્સ અત્યારસુધીનાં સર્વોચ્ચ લેવલે બંધ આવ્યો. સેન્સેક્સ 105 પોઇન્ટ વધીને 21034 અને નિફ્ટી 31 પોઇન્ટ વધીને 6252નાં લેવલે બંધ આવ્યો.

માર્કેટમાં આજે હેલ્થકેર, એફએમસીજી, ટેકનોલોજી, પાવર, રિયલ્ટી, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સ્ટોકમાં તેજી નોંધાઇ. જ્યારે કેપિટલ ગુડ્ઝ, બેંક, મેટલ, ઑઇલએન્ડગેસ સ્ટોકમાં વેચવાલી હતી.

હેવીવેઇટ સ્ટોકમાં ડૉ.રેડ્ડીઝ, બીપીસીએલ, હિંદાલ્કો, ઇન્ડસઇન્ડ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ઑટો, ભેલ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, એચયૂએલનાં સ્ટોકમાં 1 થી 4 ટકાની તેજી હતી.

જ્યારે એક્સિસ બેંક, વિપ્રો, બેંક ઑફ બરોડા, અંબુજા સિમેન્ટ, એસબીઆઇ, એચડીએફસી બેંક, સેસા સ્ટરલાઇટ, ડીએલએફનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો હતો.

બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામ સારા રહેવાન અપેક્ષા ભારતી એરટેલનાં સ્ટોકમાં 5 ટકાની તેજી હતી. એનટીપીસીનાં પરિણામો બાદ સ્ટોક 1 ટકા વધ્યો હતો.