શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 7 એપ્રિલ 2014 (10:34 IST)

સનફાર્મા રેનબેક્સીની 4 અરબ ડોલરને ખરીદશે

.
W.D
મુશ્કેલીઓમાં ઘેરાયેલી ભારતની સૌથી મોટી દવા કંપની રેનબેક્સી લેબોરેટરીઝ લિમિટેડને મુંબઈની સન ફાર્માએ 4 અરબ ડોલર મતલ 19500 કરોડમાં ખરીદવાનો નિર્ણય કર્યો છે. સોમવારે સન ફાર્મા દ્વારા રજૂ એક અધિકારીક નિવેદનમાં આ વાતની જાહેરાત થઈ છે.

સન ફાર્માએ કહ્યુ છે કે રેનબેક્સીના શેરહોલ્ડર્સને રેનબેક્સી પ્રત્યે શેરના બદલાનામાં સન ફાર્માના 0.8 ટકા શેર મળશે. આ સોદા દ્વારા સન ફાર્મા ભારતની સૌથી મોટી અને દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની બની જશે.

હાલ જાપાની કંપની દાયચી સાંક્યોની પાસે રેનબેક્સીના 63.5 ટકા શેર છે. દાયચી સૈક્યો દ્વારા રજૂ નિવેદન મુજબ આ સોદા પછી સન ફાર્મામાં તેના 9 ટકા શેર રહેશે. જેના પર બંને કંપનીઓની મંજૂરી આપી દીધી છે.

ભારતની સૌથી મોટી દવા કંપની રેનબેક્સી પર અમેરિકામાં મૈન્યુફેક્ચરિંગ નિયમોનુ ઉલ્લંઘન કરવા બાબતે દવાઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ સન ફાર્માના ખરખડી સ્થિત પ્લાંટ પર પણ અમેરિકાએ પ્રતિબંધ લગાવી રાખ્યો છે.

આ સોદાના સમાચાર આવતા જ દાયચી સૈંક્યોના શેરમાં સોમવારના ટ્રેંડમાં 4.1 ટકાની તેજી આવી ગઈ અને આ અઢી મહિનાના ઉચ્ચતમ સ્તર પર 1728 યેન પર પહોંચી ગયા.