શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 31 જાન્યુઆરી 2015 (12:19 IST)

સમુદ્ર કિનારે ઉદ્યોગો સ્થાપવાથી લોકોને કોઇ ફાયદો ન થયો, ઉપરથી પર્યાવરણને નુકશાન થયું

સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દરિયાકાંઠા પર વધતા જતા ઔદ્યોગિકરણની સાથે પર્યાવરણના જે પ્રશ્નો ગંભીર બની રહ્યાં છે તે મુદ્દે આજરોજ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળામાં સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓએ અને પર્યાવરણનાં તજજ્ઞાોએ દરિયાકાંઠાની સલામતી અને પર્યાવરણની સુરક્ષાના મુદ્દે પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી. જેના સંતોષજનક જવાબ આપવાનું કામ ગુજરાત ઈકોલોજી કમિશનના અધિકારીઓ માટે મુશ્કેલ બની રહ્યું હતું.

દરિયાકાંઠા પર નામશેષ થઈ રહેલા ચેરના વૃક્ષો, વધતી જતી ક્ષાર નિયંત્રમની સમસ્યા અને અવાર - નવાર થતા ઓઈલ લીકેજ સહિતનાં મુદ્દે સવાલો ઉઠતા ઈલોલોજી કમિશનને જવાબ દેવાનું ભારે થઈ પડયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવન અને ગુજરાત ઈલોકોજી કમિશનના સંયુકત ઉપક્ર્ આજરોજ યુનિ. કેમ્પસ ઉપર દરિયાકાંઠા વિસ્તારનાં પ્રશ્નો અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત જુદી જુદી સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં જામનગર વેરાવળ સોમનાથ કે દ્વારકાના દરિયાકાંઠા ઉપર વિકાસના નામે કયાંક ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે તો કયાંક બંદરોના ખાનગી કરણનો વ્યાપ વિસ્તરતો જાય છે વિકાસની આ કથિત પ્રક્રિયામાં કયાંય સ્થાનિક લોકોનો અવાજ કોઈ સાંભળતુ નથી. દરિયાકાંઠા વિસ્તારમાં સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ ભગર્ભમાંથી ખનિજ ઉલેચી રહી છે જયારે કેમીકલ્સ ઈન્ડસ્ટ્રીઝ દરિયામાં પ ્રદૂષિત પાણી છોડે છે. રીફાઈનને કારણે પર્યાવરણના પ્રશ્નો છે દરિયામાં વાડીનારની પાઈપ લાઈનમાંથી ઓઈલ લીકેજની અવાર નવાર ફરિયાદો ઉઠે છે. છતાં પ્રદૂષણ નિયંત્રિત કરવામાં કોઈ પગલાં લેવાતા નથી. આ સ્થિતિમાં પર્યાવરણને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. બીજુ દરિયાઈ ખેતી ઉપર નભતા દરિયા ખેડૂઓને વિકાસની પ્રક્રિયામાં કોઈ ભાગીદાર બનાવતું નથી.

દરિયાકાંઠા ઉપર સ્થાનિક લોકોનો અવાજ જાણે દબાઈ ગયો હોય અને સરકાર જાણે ઉદ્યોગ કારો માટે કામ કરી રહી હોય તેવી છાપ ઉપસી રહી છે. આ સ્થિતિમાં ગુજરાત એક સરકારની એજન્સી તરીકે પ્રાકૃતિક સંશાધનો પર આધારીત એવા તમામ વર્ગના લોકોને સાંકળીને વિકાસનીતિ જાહેર કરવી જોઈએ જેથી દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરીકનો વિકાસ પણ સહજ બને આજની કાર્યશાળામાં અર્થશાસ્ત્રના અભ્યાસુ ડો. કે.કે. ખખ્ખર, ડો. સિધ્ધાર્થ પાઠક, પર્યાવરમના અભ્યાસુ તુષાર પંચોલી સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પ્રશ્નોતરીમાં ભાગ લઈ દરેક બેઠકને રોચક બનાવી હતી. આ સેમિનારનું આવતીકાલ તા.૩૧નાં સમાપન થશે.