બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (12:45 IST)

સામાન્ય અંદાજ પત્ર 2015 - રેલ પછી સૌની નજર સામાન્ય બજેટ પર

બજરનો ઈશારો થઈ ચુક્યો છે. રેલ બજેટ પછી હવે લોકોની નજર સામાન્ય અંદાજ પત્ર પર છે. શુ સસ્તુ.. શુ મોંધુ એ તો સમય જ બતાવશે. 
 
આજે બજારની ઈકોનોમિક સર્વે પર નજર રહેશે. એવી આશા છે કે ઈકોનોમિક સર્વેમાં 14માં નાણાકીય આયોગની રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવશે. સાથે જે એ પણ જાણ થશે કે નાણાકીય વર્ષ 2016 અને નાણાકીય વર્ષ 2017ના નાણાકીય ખોટના લક્ષ્યમાં ફેરફાર કરવામાં આવે છે કે નહી. 
 
જુલાઈમાં રજુ થયેલ ઈકોનોમિક સર્વેમાં કહેવાયુ હતુ કે આગામી 2 વર્ષોમાં નાણાકીય ખોટને નીચે લાવવાની જરૂર છે. આ વખતે આર્થિક સર્વેમાં કરંટ એકાઉંટ ખોટને જીડીપી 1.3-1.4 ટકા સુધી રાખવાની આશા છે. બીજી બાજુ રિટેલ મોંઘવારી દરને 5-6 ટકાની વચ્ચે રાખવાની આશા છે. 
 
બીજી બાજુ આવતીકાલે સંસદમાં સામાન્ય બજેટ રજુ થશે. લોકપ્રિય બજેટ થવાની શક્યતા નથી પણ સામાન્ય લોકો માટે થોડી રાહતનુ એલાન શક્ય છે. ઈનકમ ટેક્સ અને હાઉસિંગ સેક્ટર માટે રાહત શક્ય છે. થોડા મોટા આઈડિયા જોવા મળી શકે છે અને રોકાણને વધારવા પર વિશેષ જોર આપવામાં આવે તેવુ શક્ય છે.