શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: વોશિંગ્ટન , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (12:13 IST)

સિટી બેંકનું મૂડી માળખુ વધી જશે

વૈશ્વિક આર્થિક મંદીને કારણે સંકટમાં મુકાયેલી સિટી બેંક અને અમેરિકી સરકાર વચ્ચે થયેલા સમુજતિ કરારને પગલે બેંકનું મૂડી માળખું વધી જશે.

જાણકાર સુત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર આ સમજુતીના ભાગરૂપે સિટી બેંકના 25 અબજ ડોલરના પ્રેફર્ડ શેરને સામાન્ય શેરોમાં બદલવામાં આવશે. જેનાથી બેંકના મૂડી માળખામાં વધારો થશે. વધુમાં સરકાર દ્વારા અગાઉની 8 ટકાની ભાગીદારી વધારીને 40 ટકા કરવામાં આવી છે.