શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 11 જુલાઈ 2016 (14:57 IST)

સેવિંગ્સ કરતી વખતે આ 5 વાતો યાદ રાખો, પૈસાની કમી ક્યારેય નહી આવે

નવા વર્ષમાં તમે તમારા પૈસાનો કેવી રીતે સ આરો ઉપયોગ કરો એ માટે અમે તમને 5 બેસ્ટ રીત બતાવી રહ્યા છીએ.  આ રીત અનો ઉપયોગ કરી તમે તમારા અને તમારા પરિવારના ફ્યૂચરને સારી રીતે સિક્યોર કરી શકો છો.   આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે તમે આ ઉપાયો કરીને તમારી ફાઈનેશિયલી સ્થિતિ મજબૂત કરી શકશો. 
એફડીના સ્થાન પર કરો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 
 
આ વર્ષે એફડીમાં ઈનેવેસ્ટ કરવુ ખોટનો ઘંધો છે કારણ કે બેંક પોતાનો ડિપોઝીટ રેટ ઘટાડી રહી છે અને હવે આ માર્કેટ સાથે લિંક થશે.  જો તમે એફડીમાં ઈન્વેસ્ટ કરવા માટે વિચારી રહ્યા છો તો તેને બદલે ડેટ મ્યુચુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરવુ સારુ રહેશે.  જો તમે લોંગ ટર્મ ઈન્વેસ્ટમેંટની પ્લાનિંગ કરી રહ્યા છે. એફડીમાં એકબાજુ વર્ષના ઈંટરેસ્ટ પર ટેક્સ લાગે છે તો બીજી બાજુ એમએફ ફંડમાં ટેક્સ ત્યારે જ લાગે છે જ્યારે તમે તેને વેચો છો. 
 
વધુ જુઓ આગળ..  



સાંવરેન ગોલ્ડ બ્રાંડમાં મળી શકે છે 8.75 ટકાનુ રિટર્ન 
 
સરકારે સાંવરેન ગોલ્ડ બ્રાંડ સ્કીમ લોંચ કરી હતી. જેના પર હાલ 2 .75 ટકા ઈંટરેસ્ટ રેટ મળી રહ્યો છે. આ સ્કીમમાં ગોલ્ડની પ્રાઈસ માર્કેટથી સાથે લિંક છે. જો એવુ માનીને ચાલીએ કે ગોલ્ડની પ્રાઈસમાં વર્ષભરમાં 6 ટકા સુધી વધે છે તો તમે વર્ષના અંતમાં 8.75 ટકા સુધીનુ રિટર્ન મેળવી શકશો. ગોલ્ડ બ્રાંડમાં તમે 8 વર્ષ સુધી માટે રોકાણ કરી શકો છો.  
 

વધુ જુઓ આગળ..  

પુત્રી માટે ખોલો સુકન્યા સમૃદ્ધિ એકાઉંટ 
2016માં સુકન્યા સમૃદ્ધિ યોજનમાં ઈંવેસ્ટમેંટ કરવાથી તમને સારો ટેક્સ બેનિફિટ મળશે.  આ યોજનામાં તમારે તમારી 10 વર્ષ સુધીની પુત્રીના નામથી આ ખાતુ ખોલાવી શકો છો. આ ખાતામાં જમા રકમ વર્તમાન સમયમાં 9.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યુ છે. વ્યાજનો દર એફડી કે ફિક્સડ ડિપોઝીટથી વધુ છે જેના કારણે તમને સારો ટેક્સ બેનિફિટ મળી શકે છે. સુકન્યા સમૃદ્ધિ એકાઉંટ તમે બેંક કે પોસ્ટ ઓફિસમાં 1000 રૂપિયા જમા કરીને ખોલી શકો છો. 
 
વધુ આગળ ...  

NPS માં રોકાણ  કરવાથી મળશે વધુ ફાયદો 
 
NPSમાં ઈંવેસ્ટ કરવાથી તમરુ ફ્યુચર સિક્યોર થશે આ ઉપરાંત તેનાથી તમને ટેક્સમાં 50 હજાર રૂપિયાનો એક્સ્ટ્રા ફાયદો થશે.  આ બેનિફિટ 80C ના હેઠળ મળનારી 1.5 લાખ રૂપિયાની છૂટ પછી થશે.  મતલબ આમા ઈન્વેસ્ટમેંટ કરવાથી તમને બે લાખ રૂપિયા ટેક્સ બેનિફિટ મળી શકે છે. 
E-Wallet નો કરો ઉપયોગ 
 
ઈ-વોલેટનો તમે આ વર્ષે વધુથી વધુ પેમેંટ કરવા માટે યૂઝ કરો. આવુ એ માટે કારણ કે તેના દ્વારા પેમેંટ કરવાથી તમને ખૂબ સારા ઓફર અને કેશબેક ડિસ્કાઉંટ મળે છે.  અનેક ઈ-વોલેત કંપનીઓ જેવી કે પેટીએમ, પે યૂ અને મોબીક્વિક સારો કેશબેક આપે છે. જેના કારણે તમે ખૂબ સેવિંગ્સ કરી શકો છો.  આ કંપનીઓનુ સિક્યોરિટી લેવલ એવુ જ છે જેવુ બેંકોનુ હોય છે.