શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 27 જૂન 2016 (11:16 IST)

સોનુ થશે મોંઘુ

બ્રેકઝિટ જનમત પછી પીળી ધાતુની કિમંતોમાં તેજી ચાલુ છે. પણ વિશેષજ્ઞો મુજબ તેમા આ તેજી આગળ પણ રહેશે. વર્ષના અંત સુધી કિમંત 33,500  રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. અમેરિકી ચૂંટણી, જમીની રાજનૈતિક તનાવ અને મુદ્રા બજારમાં ઉતાર-ચઢાવને કારણે સોનામાં તેજી કાયમ રહેશે. ગયા શુક્રવારે બ્રિટનના યૂરોપિયન યૂનિયનમાંથી બહાર થવાના નિર્ણય પછી સોનુ 8.2 ટકા ઉછળીને 1,319 ડોલર પ્રતિ ગ્રામ પહોંચી ગયુ હતુ. જ્યારે કે ઘરેલુ બજારમાં સોનુ 1000 રૂપિયાની તેજી સાથે 30,875  રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયુ. 
 
વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે યૂરોપિયન યૂનિયન અને બ્રિટનના કેન્દ્રીય બેંક પોતાની અર્થવ્યવસ્થાને વધારવા માટે પ્રોત્સાહન પેકેજ અને મૌદ્રિક નીતિમાં ઢીલ કરશે. આ પ્રકારના પગલાથી સોનાને સમર્થન મળશે. તેમા ગોલ્ડ હોલ્ડિંગનુ રોકાણ ઘટશે અને આવી અનિશ્ચિતતા ભરેલ વાતાવરણમાં સોનુ એક આકર્ષક રોકાણનો વિકલ્પ રહેશે. 
 
વધશે સોનાની માંગ 
 
ગોલ્ડ એસ.એમ.સી સિક્યોરિટી કમોડિટી રિસર્ચ મુજબ વર્તમાન ભૂ-રાજનીતિક તનાવ, ઈ.ટી.એફ નો સારો પ્રવાહ અને તહેવારના વાતાવરણને કારણે સોનાની માંગ વધશે. બ્રેગ્જિટને પૂર્ણ થવામાં 2 વર્ષનો સમય લાગશે પણ વર્તમાન પરિસ્થિતિયો સોનાનુ સમર્થન કરશે. તેમણે કહ્યુ કે 2016ના અંત સુધી તેની કિમંતો 1,440 ડોલર પ્રતિ ઔંસના ઉપરી સ્તર અને 1120 ડોલર પ્રતિ ઔંસના નીચલા સ્તર પર રહેશે. ઘરેલૂ બજારમાં સોનુ 34,000થી 35,000 સુધી જઈ શકે છે. કોઈપણ પરિસ્થિતિમાં સોનુ 28,000ની નીચે નહી જાય.