શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. રાશિફળ
  3. દૈનિક રાશિફળ
Written By
Last Updated : મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (10:02 IST)

રાશિ પ્રમાણે દિવાળી પૂજનનો સમય અને મંત્ર

દિવાળીની રાતે દેવી લક્ષ્મીનું  પૂજન જો શુભ મૂહૂર્તમાં કરાય તો તેનું  શુભ ફળ મળે છે. આથી દિવાળીની રાતે મૂહૂર્તનુ  ઘણું મહત્વ છે. જો તમે પણ શુભ મૂહૂર્ત જાણવા ઈચ્છો છો તો જાણો તમારી રાશિ પ્રમાણે માં લક્ષ્મીની પૂજાનો શુભ સમય અને શુભ મંત્ર કયો છે.
 
મેષ-  રાશિવાળા વ્યક્તિઓએ જેમનું  નામ ચૂ ચે ચૌ લા,લી,લૂ,લૈ,લે,લો,કે અ,અક્ષરથી આવે છે તેમણે  સાંજના સમયે વૃષભ લગ્નમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ રાશિના લોકોએ ૐ એં કલીં સૌ:  આ મંત્રના સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી. 
 
વૃષ - જે માણસોનો નામ ઈ,ઉ,એ,ઓ,વા,વી,વૂ,વે,વો અક્ષરથી શરૂ થાય છે. એમની રાશિ વૃષ હોય છે . એવા માણસને રાત્રિના સમયે સિંહ લગ્નમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. એમના માટે ધનદાયક મંત્ર છે 'ઓમ એં ક્લીં સૌ:'
 
મિથુન- કા,કી,કૂ,ઘ,ડ,છ,કે,કો અને હ અક્ષરથી જેમનું  નામ શરૂ થાય છે તેમની રાશિ મિથુન હોય છે. એવા વ્યક્તિઓએ  દિવાળીના  દિવસે સાંજના સમયે વૃષભ લગ્નમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. એન માટે સૌભાગ્યવર્ધક મત્ર છે ઓમ  ક્લીં એં શ્રી . 
 
કર્ક રાશિ - જેનુ  નામ હી,હે,હો,ડા,ડી,ડૂ,ડે,ડો,થી શરૂ થાય છે તે કર્ક રાશિના હોય છે. તેમણે  દિવાળી પૂજન વૃષભ લગ્નમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. 'ઓમ એં કલીં શ્રીં '
 
સિંહ રાશિ - જેમના નામનો પ્રથમ અક્ષર મી,મે,મો,ટા,ટી,ટૂ,ટે હોય છે તે સિંહ રાશિના માણસ હોય છે .તે રાશિનો સ્વામી સૂર્ય છે .. તેમણે દિવાળી પૂજન રાત્રિમાં સિંહ લગ્નમાં કરવુ  જોઈએ. એના માટે ધનદાયક મંત્ર છે.'ઓમ  હ્રીં શ્રી શૌ'
 
કન્યા - જેમની રાશિ કન્યા છે તેમના નામનો પહેલો અક્ષર ટો,પા,પી,પૂ,પી,ણ,ઠ,પે,પો થી શરૂ થાય છે તેને સિંહ રાશિમાં રાત્રિના સમયે દિવાળી પૂજન કરવુ જોઈએ. તમારા માટે શુભ મંત્ર છે 'ઓમ શ્રીં એં સૌં. 
 
તુલા- જેમના નામનો પહેલો અક્ષર રા,રી,રે,રો,તા,તી,તૂ આ અક્ષરોથી શરૂ થાય છે તેમની રાશિ તુલા છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. એમના માટે સાંજના સમયે વૃષભ  લગ્નમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ ફળદાયી છે. તમારા માટે મંત્ર  'ઓમ હ્રી કલીં શ્રીં '
 
વૃશ્ચિક -  મંગળની વૃશ્ચિક રાશિ જેમનું જન્મ હોય છે તેમનો પેલો અક્ષર નાનીનૂનેનોયાયીયૂ થી શરૂ થાય છે. એમના માટે દિવાળી પૂજનનો શુભ સમય સિંહ લગ્ન છે એમના માટે શુભ મંત્ર છે 'ઓમ એં ક્લીં સૌં. 
 
ધનુ રાશિ - જેમના નામનો પહેલો અક્ષર યે,યો,ભા,ભી,ભૂ,ધા,ફા,ઢા,ભે હોય છે તે ધનુ રાશિના માણસ હોય છે. આ રાશિના વ્યક્તિ  સાંજના સમયે વૃષભ લગ્નમાં દિવાળી પૂજન કરો. તમારા માટે ધનદાયક મંત્ર છે. ઓમ એં હ્રીં ક્લીં સૌં . 
 
મકર- શનિની રાશિ મકરમાં જેમનો જન્મ થાય છે તેમનો પહેલો અક્ષર ગૂ,ગો,સા,સી,સૂ,સે,સો,દા,થી શરૂ થાય છે. આ વર્ષે દિવાળી પર તેમણે સિંહ લગ્ન રાશિમાં પૂજન કરવુ જોઈએ. લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે "ઓમ એં ક્લીં હ્રીં શ્રીં સૌં "થી દેવી લક્ષ્મીની પૂજા કરો. 
 
કુંભ રાશિ-જેમનો જન્મ કુંભ રાશિમાં થયો છે. નામનો પેલો અક્ષર ગૂ,ગો,સા,સી,સૂ,સે,સો,દા થી છે એમની રાશિ મીન હોય છે. આ રાશિના માણસોએ  સિંહ લગ્નમાં લક્ષ્મી પૂજન કરવુ જોઈએ.તમારા માટે શુભ મંત્ર ઓમ હ્રીં ક્લીં સૌં 
 
મીન રાશિ - જેમના નામનો પહેલો અક્ષર દી,દૂ,થ,ઝ,જ,દે,દો,ચા,ચી છે એમની રાશિ મીન હોય છે. આ રાશિના લોકોએ સિંહ લગ્નમાં લક્ષ્મી પૂજન કરવુ  જોઈએ . તમારા માટે શુભ મંત્ર ઓમ હ્રીં ક્લીં શ્રીં '