બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 30 એપ્રિલ 2015 (14:29 IST)

સ્વાદિષ્ટ ફુદીનો અનેક રીતે ગુણકારી છે.. જાણો ફાયદા

ભોજનમાં સ્વદિષ્ટ ફુદીનાના ઘણા ફાયદા છે. ફુદીનામાં ઘણા ઔષધીય ગુણ હોય છે. અંગ્રેજીમાં મિંટના નામથી ઓળખાતો ફુદીના એક સારો માઉથફેશનર પણ છે. આવો આ લેખમાં અમે જણાવીએ છીએ  ફુદીનાના લાજવાબ ગુણ વિશે.
 
ફુદીના હાજમા માટે પણ સારો  છે. એના સેવનથી પાચન ક્રિયા સારી  રહે છે. ફુદીનાની ચટણી  ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. આવો જાણીએ ફુદીનાના ગુણો વિશે. 
 
ફુદીનાના ગુણ - 
 
* મુખની દુર્ગંધ આવતા ફુદીનાનું  સેવન કરવા જોઈએ. ફુદીનાને રસને પાણીમાં મિકસ કરી કોગળા કરવાથી પણ મુખની દુર્ગંધ દૂર થાય છે. આવુ કરવાથી મોઢાને ઠંડકનો  પણ એહસાસ થાય છે. 
 
* ફુદીનાના રસને કોઈ ઘા પર લગાવવાથી ઘા જલ્દી ભરાય  જાય છે.  જો કોઈ ઘામાં થી દુર્ગંધ આવી રહી છે તો એના પાનના લેપ લગાવવાથી પણ દુર્ગંધ બંધ થઈ જાય છે. 
 
* ફુદીનાના ઘણા પ્રકારના ચર્મ રોગને દૂર  કરે છે. ચર્મ રોગ થતા ફુદીનાના પાનના લેપ લગાવવાથી આરામ મળે છે. 
 
* ઉનાળામાં લૂ લાગતા  તેનું સેવન કરવું  જોઈએ. લૂ લાગતા રોગીને ફુદીનાનો રસ અને ડુંગળીનો  રસ આપવાથી ફાયદો  થાય છે.. 
 
* કોલેરા થતા ફુદીનાનું  સેવન કરવુ  જોઈએ. કોલેરા  થતાં ફુદીના, ડુંગળીનો રસ , લીંબૂનો  રસ સમાન માત્રામાં મિક્સ  કરી પીવાથી લાભ થાય છે. 
 
* ઉલ્ટી થતા અડધો કપ ફુદીનાના રસને દર બે કલાક પર દર્દીને પીવડાવો , આથી ઉલ્ટી બંધ થઈ જશે. 
 
* અજીર્ણ થતા ફુદીનાના રસને પાણીમાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. 
 
* પેટમાં દુ:ખાવો  થતા ફુદીનાને જીરા , હીંગ કાળી મરીમાં મીઠું નાખી પીવાથી પેટનો દુ:ખાવો  ખતમ થઈ જાય છે. 
 
* મહિલાને પ્રસવના સમયે ફુદીનાના રસ પીવડાવો જોઈએ. આથી સરળતાથી પ્રસવ થઈ જાય છે. 
 
* તાવ થતા ફુદીના ર્સ પીવડાવા જોઈએ , આથી તાવમાં લાભ થાય છે . તાવમાં ફુદીનાને  પાણીમાં ઉકાળીને થોડી ખાંડ મિક્સ કરી તેને ગર્મ-ગ એર્મ ચાયની રીતે પીવું જોઈએ. 
 
* હિંચકી આવતા ફુદીનાના પ્રયોગ કરવો જોઈએ,  આનાથી હિચકી આવતી બંધ  થઈ જાય છે. 
 
* તાજા-લીલા ફુદીનાને વાટીને ચેહરા પર વીસ મિનિટ લગાવી લો. પછી ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. આથી  ત્વચાની ગરમી  ઓછી થાય છે.